Tag Archives: બંધારણ

ભારતનો ભ્રષ્ટાચાર..!

 

આપણને એવું ભણાવવામાં આવ્યું છે કે ૧૫૦ વર્ષની અંગ્રેજોની ગુલામીમાંથી આપણને ૧૫,ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે આઝાદી મળી. અને ભારત નામનો નવો દેશ અસ્તિત્વમાં આવ્યો. આ આઝાદી અપાવવામાં કેટલાય લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા, શહીદ થયા. ગાંધીજીની આગેવાની હેઠળ આખા હિન્દુસ્તાનના લોકોએ આઝાદીની લડતમાં ભાગ લીધો. પરંતુ પછી શું થયું?

જે ગાંધીજીની અહિંસક લડતે ભારતને આઝાદી અપાવી, ગાંધીજીની જે અહિંસક લડતે તેમને આફિકામાં ખ્યાતનામ કર્યા,જે અહિંસાએ ગાંધીને રાષ્ટ્રપિતા બનાવ્યા એ જ ગાંધીના દેશમાં અહિંસક ચળવળના બદલે હિંસા ફાટી નીકળી. અને એ વેરઝેરના જે બીજ રોપાયા તેના પરિણામો આ દેશ આજે પણ ભોગવે છે.

૨૬,જાન્યુઆરી,૧૯૫૦ ના રોજ ભારત પ્રજાસત્તાક  થયું પરંતુ વાસ્તવમાં ભારતની પ્રજા ગુલામ થવાની એ પ્રથમ શરૂઆત હતી. ભારતના પ્રથમ વડાપ્રધાન નેહરુ બન્યા અને તેમના વંશજોને જનતાએ ભારતના સર્વોચ્ચ સ્થાને સ્વીકારી લીધા. આજે પણ ભારતના ઘણા લોકો નેહરુ પરિવારના પૂજક છે, જો નેહરુ પરિવારની વિદેશી વહુ વડાપ્રધાન બનવાની ના પડે તો એ લોકો રીતસરના રડે છે, ઘણા લોકોતો તેમને પગે લાગીને વડાપ્રધાન બનવા વિનંતી કરતાં હતા. જે વિદેશીઓના હાથમાંથી ભારતને આઝાદ કરાવવા સેંકડો લોકો શહીદ થયા,કરોડો લોકો એ જુલ્મો વેઠ્યા એ જ ભારતની સત્તા ફરી એકવાર વિદેશીને સોંપવી કેટલી યોગ્ય છે? ઘણા લોકો દલીલ કરે છે કે સોનિયા ગાંધી આ દેશની વહુ છે અને નાગરિક છે, પરંતુ જયારે અંગ્રેજો આવેલા ત્યારે તેઓ પણ વેપારી હતા અને રાજાઓની મંજૂરી લઈને આવેલા એટલે એ રાજ્યના નાગરિક જ થયા ગણાય. અને છતાં તેમણે આપણને ગુલામ બનાવેલા.

આઝાદી પછી ધીરે ધીરે ભારતમાં ભ્રષ્ટાચાર વધવા માંડ્યો, પ્રજાના ચુંટાયેલા પ્રતિનિધિઓ પોતાને જનતા સેવકને બદલે જનતાના માલિક સમજવા માંડ્યા. તેમણે શક૮ય્ તેટલા લાભો પોતાને મળે તેવી વ્યવસ્થા કરવા માંડી અને પોતાનો પગાર પણ વધારવા માંડ્યા. સરકારી કામોમાંથી પ્રધાનો કટકી કરવા માંડ્યા. અને વધુ કટકી કરવા માટે ઉદ્યોગપતિઓ સાથે મળીને ભ્રષ્ટાચાર શરુ કર્યો. ઉદ્યોગપતિઓએ પણ પોતાનો નફો વધારવા ભેળસેળ અને છેતરપિંડીનિ નીતિ અપનાવી પરિણામે ગરીબ વધી ગરીબ અને ધનિકો વધુ ધનવાન થવા માંડ્યા.

વળી પાછુ સરકારે ઉદારીકરણના નામે ઉદ્યોગોને લાભ આપવાનું શરુ કર્યું અને બદલામાં ચુંટણીફંડના નામે તેમની પાસેથી રૂપીયા પડાવવાનું શરુ કર્યું. સરકાર જનતા પર કરવેરો વધારતી ચાલી અને ધનવાનો ટેક્સ ચોરી કરવા માંડ્યા.

પછી આવ્યો અધિકારીઓનો વારો, નેતાઓ વગેરે પાસે લાયકાત ન હોવા છતાં તેમનું વૈભવી જીવન જોઈ અદિકારીઓને પણ લાલસા જાગી અને તેમણે પણ અપનાવ્યો ટૂંકો રસ્તો, ભ્રષ્ટાચારનો. વળી ભ્રષ્ટાચારની કમાણી પર કદી ટેક્સ લાગતો નથી. જેટલું લુંટો તેટલું તમારૂ. તેમની ઉપર કોઈ કાર્યવાહી પણ નથી થતી કારણ કે આ ભ્રષ્ટાચારમાં નીચેથી ઉપર સુધી બધા મળેલા હોય છે અને બધાને તેમનો હિસ્સો પણ મળી રહેતો હોય છે. આમ આદમી પણ શરૂઆતમાં પોતાના કામ નિયત સમયમર્યાદા પહેલા કરવા કે પછી ગેરકાનૂની કામ કરાવવા લાંચ આપતો, પરતું ધીરે ધીરે એવો સમય આવી ગયો કે પોતાના કાયદેસરના કામ પણ કરાવવા લાંચ આપવી પડે.

જો તમે લાંચ ના આપો તો તમારૂ કામ ના થાય અને તમે પાછળ રહી જાવ.

વળી આ સરકારોએ શિક્ષણની નીતિઓ પણ એવી બનાવી કે પછી તેમાં ભણીને આવનાર માણસે ભ્રષ્ટાચાર કરવો જ પડે. ૧૫ થી ૨૦ લાખ રૂપીયા ખર્ચી ડોક્ટર બનનાર વ્યક્તિ લોકોને લુંટે નહી તો પોતાનો ખર્ચો ક્યાંથી કાઢે? લાંચ આપની નોકરી મેળવનાર પોલીસ લાંચ ના લેતો પોતાના પરિવારને શું ખવડાવે? વળી ખાનગી શાળાઓ અને કોલેજો મોટે ભાગે રાજકારણીઓની જ માલિકીની હોય છે.

વળી મતબેન્કની યોજનાઓ વડે વિવિધ પક્ષોએ જનતાને વહેચી લીધી છે. માયાવતી દલિતોના નામે ચરી ખાય છે, કોંગ્રેસ મુસ્લીમોના નામે, ભાજપ તો બધે કુદકા મારે છે. અડવાણી પાકીસ્તાનમાં જઈ ભારતના ભાગલા પાડનાર ઝીણાની કબર પર ચાદર ચડાવે છે. અને ભારતમાં આવી હિન્દુત્વનો મુખોટો પહેરી લે છે. મતબેંક સાચવવા અહીં આંતકવાદીને ફાંસી આપવાના બદલે બિરયાની ખવડાવાય છે. સમાજને અનામતના નામે લડાવાય છે. ગોધરાના તોફાનો મુદ્દે વારંવાર આરોપો લગાવતી અને તપાસો કરાવતી કોંગ્રેસ શીખ વિરોધી તોફાનો ભૂલી જાય છે.

પરંતુ અહીં પ્રશ્ન એ થાય છે કે આ બધા માટે આપણે (જનતા) કેટલા અંશે જવાબદાર છે?

આપણે પુરેપુરા જવાબદાર છીએ. લુંટારાઓને ચુંટણીમાં જીતાડે છે કોણ? આપણે.

લુંટારાઓને હાર કોણ પહેરાવે છે? આપણે.

લુંટારાઓને સાહેબ સાહેબ કોણ કરે છે? ઉદઘાટન સમાંરહોમાં કોણ બોલાવે છે?  આપણે.

એકવાર ભ્રષ્ટાચાર કરનારને બીજીવાર આપણે જ ચૂંટીએ છીએ. આપની આસપાસ થતા સરકારી કામોમાં થતા ભ્રષ્ટાચાર સામે આપણે જ કઈ નથી બોલતા. ધારાસભ્યને મળતી ગ્રાન્ટ એ આપણે ભરેલો ટેક્સ છે, તે ગ્રાન્ટમાંથી કેટલું કામ થયું તેની કદી તપાસ કરીએ છીએ આપણે? અરે નેતાઓને તો એ ગ્રાન્ટમાંથી થયેલા કામને પોતાનું નામ આપવાનો પણ અધિકાર નથી. આપણા ગામ કે વિસ્તારમાં થયેલા દબાણ વિષે આપણે જાણીતા જ હોઈએ છીએ,અરે તે આપણને નડે તો પણ હટાવા માટે ફરિયાદ નથી કરતાં.

આપણા માટે શહીદ થનાર સૈનિકો માટે આપણે શું કરીએ છીએ? તેમને મળનારી જમીન કેટલાક લોકોએ પચાવી પાડી, આપણે તેને જાણ્યું માત્ર એક સમાચાર તરીકે , અને પછી ભૂલી ગયા. એ લોકો જો તમારા માટે સરહદ પર આપણા માટે લડતા હોય તો શું તેમના પરિવાર પ્રત્યે આપણી કોઈ જવાબદારી નથી?  કઈ નહી તો કમ સે કમ તેમના પરિવાર ને મળતા લાભોતો બીજાને ના લુટવા દેવાય.

ભારતના નેતાઓ તો રૂપીયા ખાતર કબરમાંથી મડદા પણ વેચી મારે તેવા છે. જરૂર છે આપણે જાગવાની.

મહિને ૩૦૦ રૂપીયા પગાર લેતી કપડા કે વાસણ ધોવા વાળી પાસે આપડે રૂપીયા વસુલ કરવાની અપેક્ષા રાખીએ છીએ અને ૮૦૦૦૦ થી વધુ પગાર લેતા નેતા પાસે?   જરૂર છે આ આપણા નોકરોને તેમની ઓકાત બતાવાની, તેમને સાહેબ બનાવાની નહી. તમે શું કરસો ભ્રષ્ટાચાર સામે? વિરોધ કે પછી લુટારાઓની લાઈનને હજુ લંબાવશો?

જો લાંચ ના આપીને પાછળ રહી જવાનો ડર હોય તો એટલીસ્ટ જીવનમાં ક્યારેય લાંચ ન લેવાનો તો સંકલ્પ કરી શકીએ ને? આપણા પરિવારના સભ્યને એકવાર સમજાવી તો સકીયેને? ભલે આવક ૨૦૦૦ રૂપીયા ઘટશે, પણ સ્વમાન? વધશે. માથું ઊંચું રહેશે. અને કોઇપણ વ્યક્તિ જોડે આંખમાં આંખ મિલાવી શકાશે.

ભારતનું બંધારણ – ખરેખર સુધારાની જરૂર છે.?

૧૫મી ઓગષ્ટ ૧૯૪૭, ભારત અંગેજોની ૧૫૦ વર્ષની ગુલામી માંથી આઝાદ થયો. ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ ડૉ.બાબાસાહેબ આંબેડકર ની અગેવાની હેઠળ બનેલું ભારતનું “લોકશાહી” બંધારણ અમલમાં આવ્યું. જેની યાદ માં આપણે દર વર્ષે પ્રજાસતાક દિનની ઉજવણી કરીએ છીએ. પરંતુ આ બંધારણમાં રહેલી કેટલીક ખામીઓ વિશે ક્યારેય પણ વિચારતા નથી. અને આથી આપણા દેશને થઇ રહેલા નુકસાન માટે પણ આપણે વિચારતા નથી.

આ બંધારણની સૌથી મોટી જો કોઈ ખામી હોય તો સત્તાધારી પક્ષને આપવામાં આવેલી નિરંકુશ સત્તા છે. આપના રાષ્ટ્રપતિ પણ કહેવા ખાતર જ “પ્રેસિડેન્ટ” છે પરંતુ ખરેખર તેમની પાસે કઈ જ સત્તા નથી. અથવા તો જે સત્તા છે તેનો પુરતો ઉપયોગ કરી શકતા નથી. જેમકે, ફાંસી ની સજામાં માફી આપવાનો અધિકાર રાષ્ટ્રપતિ ને છે પરંતુ માફી માટેની દયાની અરજી મોકલવાની જવાબદારી સરકારની હોય છે. સરકાર ગણ કિસ્સાઓમાં આ અરજી મોકલવામાં અકળ અને અકારણ વિલંબ કરતી હોય છે જેનું ઉદાહરણ કોંગ્રેસ ધ્વારા અફઝલ ગુરુ ની અરજી માટે થઇ રહેલો વિલંબ છે અને કારણે ગુનેગાર ને યોગ્ય સમયે સજા આપી શકાતી નથી અને ભોગ બનનારાને અન્યાય થયાની લાગણી થાય છે. કસાબ જેવા કિસ્સાઓમાં તો રાષ્ટ્રપતિ એ દયાની અરજી માફ કર્યા બાદ પણ સત્તાધારી પક્ષ પોતાની મતબેંક સાચવવા માટે સજાનો અમલ નથી કરતો અને પ્રજાના પૈસાની બરબાદી કરે છે.

બંધારણે સરકારમાં રહેલા પ્રધાનોને  પોતાનો પગાર અને ભથ્થા નક્કી કરવાનો અધિકાર પણ આપી દીધો છે આથી તેઓ પોતાની જાતે જ ખૂબ ઉંચા પગાર અને ભથ્થા નક્કી કરે છે અને જનતાના પૈસે લહેર કરે છે. સરકારી પ્રધાનોને લાઈટબિલ, ટેલિફોનબિલ, મકાનભાડું, રેલ્વે ટીકીટ, હવાઈ મુસાફરી  માટે ટીકીટ, વિદેશયાત્રા, પેટ્રોલ અને સિક્યોરીટી બધું જ મફતમાં મળતું હોવા છતા તેમને પોતાનો માસિક પગાર ૮૦,૦૦૦  જેટલો ઉચ્ચ રાખ્યો છે  અને એ પણ ત્યારે જયારે દેશના કરોડો પરિવારોની વાર્ષિક આવક ૮૦,૦૦૦ કરતા પણ ઓછી છે.

બંધારણમાં રહેલી અન્ય ભૂલ આરક્ષણ અંગેની છે. ભારતીય બંધારણે જાતિ આધારિત અનામત ને મંજૂરી આપેલી છે. જેના કારણે રાજકીય પક્ષોને અનામતના નામે  મતબેંકનું રાજકારણ રમવાનો પરવાનો મળી ગયો છે. અહીં મુખ્ય પ્રશ્ન એ છે કે “ શું જાતિ આધારિત વિષમતા જાતિ ઉપર જ આધારિત અનામત ના કારણે દુર થઇ શકે ?” જી,ના. છેલ્લા ૬૦ વર્ષોમાં એ નથી થઇ શક્યું કે હવે પછી પણ ની થઇ શકે. કારણ કે જાતિ આધારિત અનામત હમેશા અનામત મેળવનાર અને બિન અનામત વચ્ચે નફરત વધારતી રહેશે. અરે ઘણીવાર તો વધુ અનામત અને ઓછી અનામત મેળવતી જાતિઓ વચ્ચે પણ વૈમનસ્ય પેદા કરે છે જેનું ઉદાહરણ રાજસ્થાનમાં ગુર્જર અને મીણા જાતિઓ વચ્ચેનો સંઘર્ષ છે. અનામતના કારણે સાચી ટેલેન્ટ ધરાવનાર પાછળ રહી જાય છે અને લાયકાત વગરના લોકો ઉંચા હોદ્દા પર બેસે છે પરિણામે દેશ અને જનતા ને નુકસાન થાય છે.

જમીન અધિગ્રહણ મામલે પણ બંધારણે સરકારને વધુ પડતી છૂટ આપેલી છે પરિણામે કેન્દ્ર અને રાજ્ય સરકારો બિલ્ડર અને ઉદ્યોગપતિઓના દલાલો બની જમીન માલિકોને લુંટે છે.

પોલીસ પર પણ નેતાઓ નો કાબુ હોવાથી પોતે ગમે તેટલા ગુનેગાર હોય તો પણ છુટી જાય છે તે જ રીતે તેમના સંતાનો કે અન્ય સંબધીઓને પણ સજા થતી નથી. કરોડોના કૌમ્ભાડો કરનાર અહીં આરામથી છૂટી જાય છે. જેસિકા લાલ કેસ, આરુષી મર્ડર કેસ, શિવાની ભટનાગર કેસ, રુચિકા કેસ. વગેરે એવા ઉદાહરણો હતા જેમાં આરોપીઓ  રાજકારણ સાથે સંકળયેલા પરિવારના હતા જેથી તેમને સજા થવામાં વર્ષો વીતી ગયા અથવા તો કેસ ના ચુકાદા હજુ આવ્યા નથી. આ તમામ એવા કેસ છે જેમાં શરૂઆતમાં તમામ આરોપીઓને બચાવવાનો પ્રયત્ન થયો પરંતુ પાછળથી હોબાળો થતા તેમની ફરી તપાસ થઇ છે.

ભ્રષ્ટાચાર ના મામલે પણ અહીં શાસક પક્ષો બેફિકરાઈ થી વર્તે છે અને અબજો રૂપિયા ગર ભેગા કરે છે. વડાપ્રધાન પર અંકુશ ન હોવાના કારણે ઘણા કિસ્સામાં તેમની પણ સંડોવણી બહાર આવે છે. જેમાં બોફોર્સ અને ટુજી સ્પેક્ટ્રમ કૌભાંડ સામેલ છે.ખુદ સરકારના એક મંત્રીના બયાન પછી પણ અહીં વડાપ્રધાન સામે તપાસ થતી નથી.

બંધારણની વધુ એક ખામી ધર્મ અંગેના કાયદાની છે. અહીં લગ્નના કાયદા દરેક ધર્મ ને અલગ અલગ લાગુ પડે છે. અહીં હિંદુ એક થી  વધુ લગ્ન કરી શકતા નથી પરંતુ મુસ્લિમ કરી શકે છે. દેશનો મુસ્લિમ સિવાયનો કોઈ પણ વ્યક્તિ ધર્મ પરિવર્તન કર્યા વગર અન્ય ધર્મના વ્યક્તિ જોડે લગ્ન કરી શકે છે પરંતુ એક મુસ્લિમ જોડે લગ્ન કરવા ફરજીયાત મુસ્લિમ ધર્મ અંગીકાર કરવો પડે છે.

એક જ દેશમાં લગ્ન કરવાની ઉમર વિસ્તાર પ્રમાણે અલગ અલગ હોય તેવો ભારત વિશ્વમાં એક માત્ર દેશ છે. આ બિન સાંપ્રદાયિક રાષ્ટ્રમાં દેશની સંપતિ પર સૌ પ્રથમ અધિકાર મુસ્લિમનો છે એવું ખુદ વડાપ્રધાન નિવેદન કરી શકે છે. વસ્તાનવી એક માત્ર એવા કુલપતિ હતા જેમને કોઈની પ્રશંશા કરવાને કારણે પોતાનું પદ છોડવું પડ્યું હતું.

અને અંતે આ દેશની સરકાર જે  Prevention of  communal and targeted violence  Bill  લાવવા જઈ રહી છે તેની વાત.

આ બિલ અંતર્ગત કોઈપણ તોફાનો વખતે જે પણ બહુમતી(જનરલી હિંદુ) ધરાવતી જાતિના વ્યક્તિ પર લઘુમતી ધરાવતી વ્યક્તિ આરોપ લગાવે તો બહુમતી જાતિના વ્યક્તિને તુરંત જેલમાં તેમજ તેને કોઈ પણ પ્રકારના જામીન મળી શક્લે નહિ. આનો અર્થ એવો થાય કે જેના પર ખોટો આરોપ લાગે તેણે પણ જેલ માં રહેવું પડશે અને જયારે ૧૦ કે ૧૫ વર્ષ ના અંતે તેના કેસ નો ચુકાદો આવે અને નિર્દોષ છૂટે ત્યારે જ તે જેલ ની બહાર આવી શકે.

વધુમાં આ બિલ વડે એવું પણ સાબિત થાય કે તોફાનો/રમખાણો માત્ર બહુમતી(હિંદુ) જ કરાવે છે અને અન્ય લોકો તેના માટે જવાબદાર નથી.

અનો અર્થ એવો પણ થાય કે ગોધરાકાંડ પછીના તોફાનો માટે આરોપી બધાજ હિન્દુઓ જેલમાં જાય જયારે સાબરમતી એક્ષ્પ્રેસ્ સળગાવનાર તેમજ ત્યારબાદના તોફાનો માટે જવાબદાર બીનહિંદુ ગુનેગારો આરામ થી બહાર ફરે.

આના સિવાય પણ ગણ બધી ખામીયો આપણા બંધારણ માં છે, પરંતુ સૌથી મોટી ભૂલ આપણે પણ કરીએ છીએ, ચુંટણી સમયે. આપણે આપણાં વ્યક્તિગત સ્વાર્થ ખાતર એવા ઉમેદવાર પસંદ કરીએ છીએ જ ખરેખર અયોગ્ય હોય છે. ઘણીવાર આપણે બધા જ ખરાબ માંથી એક ઉમેદવાર પસંદ કરવાનો હોય છે પરંતુ તેવા સમયે જો પ્રજા એક થાય અને પોતાનામાંથી જ એક યોગ્ય ઉમેદવાર ચુંટણીમાં ઉભો રાખી તેણે જીતાડે તો જરૂર તે એક સુધારા તરફનું પ્રથમ પગલું બની રહે.

“ જય હિન્દ ત્યારે જ સાકાર થાય જયારે ખરેખર હિન્દની પ્રજા નો વિજય થાય. એ લોકો  સાચો વિકાસ પામે. ”

Click here for details on ” Prevantion of communal and targeted violence bill “

Author – Tejash Patel