Tag Archives: ધર્મ

શું આપણામાં બદલાવ જરૂરી નથી?

હમણા થયેલી કેટલીક ઘટનાઓ આપણને વિચારવા મજબુર કરે છે કે આપણા નેતાઓ, આપનું મીડીયા સીધી સાદી ઘટનાને પણ કેટલી અઘરી બનાવીને રજુ કરે છે. અને આપણે પણ થોડું વિચાર્યા વગર તેમની વાતોમાં આવી જઈએ છીએ. અહી એવી જ કેટલીક ઘટનાઓ છે જેના વિષે આપણે થોડુક વિચારવાની જરૂર છે.

સૌપ્રથમ ઘટના છે દેશની રાજધાની દિલ્હીની. બાઈક સ્ટંટ કરતા “બાઈકર્સ ગેંગ”ના એક સભ્યને પોલીસની ગોળી વાગી અને તેનું મૃત્યુ થયું. દેશમાં બહુ હોબાળો થયો. મીડિયા અને લોકોએ પોલીસની કાર્યવાહીની નિંદા કરી કરી. પણ શું પોલીસની કાર્યવાહી ખરેખર ખોટી હતી?  સૌપ્રથમ તો બાઈકર્સ ગેંગનો ત્રાસ કેટલાય મહિનાઓથી હતો. જાહેર માર્ગો પર સ્ટંટ કરવાથી ખુદ બાઈકર્સ માટે તો જોખમી હતુ જ સાથે સાથે રસ્તા પરથી પસાર થતા અન્ય નિર્દોષ લોકો માટે પણ તેટલું જ જોખમી હતું. બીજી વાત કે જયારે પોલીસે બાઈકર્સને અટકાવવા પ્રયત્ન કર્યો તો બાઈક ચાલકોએ પોલીસ ઉપર જ પથ્થર મારો કર્યો. વળતા જવાબમાં પોલીસે ગોળીબાર કર્યો અને એક બાઈક પર બેઠેલા વ્યક્તિનું મૃત્યુ થયું. કેટલાક લોકોએ કહ્યું કે પોલીસે હવામાં ગોળીબાર કરવો જોઈતો હતો. પરંતુ કોઈએ વિચાર્યું કે જો આપણી ઉપર કોઈ હુમલો કરે અને આપની જોડે હથિયાર હોય તો આપણે શું કરીએ? શું આપણે વિચારવા બેસીએ કે તે ચલાવવું કે નહિ? ના. આપણે પણ એ જ કરીએ જે દિલ્હી પોલીસે કર્યું. મ્રત્યુ પામેલા વ્યક્તિના પરિવાર વાળાએ પોલીસ પર હત્યાનો આરોપ લગાવ્યો. પણ શું એમને પહેલા તપાસ કરી હતી કે એમનો છોકરો મોડી રાત સુધી દોસ્તો સાથે શું કરે છે? ક્યાં ફરે છે? શું પોતાના સંતાન વિષે તપાસ કરવાની જવાબદારી તેમના માં-બાપની નથી?               આજ ઘટનાને કેટલાક લોકોએ ધર્મ સાથે જોડી. તેમનો દાવો હતો કે પોલીસે આરોપી હિંદુ હતો એટલે તેની હત્યા કરી. શું ગોળી ચલાવતા પહેલા પોલીસ તેને તેનું નામ પૂછવા ગઈ હતી? કે ધર્મ પૂછવા ગઈ હતી?

બીજી ઘટના છે કાવડ યાત્રાની. ભારતમાં લાખો લોકો અલગ અલગ ધર્મસ્થાનોની પદ યાત્રા કરે છે. આ તેમની આસ્થાનો વિષય છે. પરંતુ કેટલાક લોકો પગપાળા યાત્રાના બહાને રસ્તા પર ત્રાસ ફેલાવે છે. રસ્તા પર આવતા જતા લોકો પર હુમલા કરે છે. શું તે યોગ્ય છે? જરા પણ નહિ. ધર્મ ના નામે અવ કૃત્યોને સાંખી લેવાય નહિ. જો કે આવા કૃત્યોના વિરોધ કરનાર કેટલાક લોકો તો આવી યાત્રાને જ ખોટી ગણાવે છે અને તેને રોકવાની વાત કરે છે. શું તે યોગ્ય છે? જરા પણ યોગ્ય નથી. લાખો લોકોની આસ્થાને રોકવી જોઈએ નહિ. પરંતુ ધર્મને નામે ત્રાસ ફેલાવનાર પર કડક કાર્યવાહી કરવી જોઈએ અને અન્ય લોકોએ પણ કાર્યવાહી માટે પોલીસને સાથ આપવો જોઈએ. ધર્મના નામે ત્રાસ ફેલાવનારા એ કોઈ એક ધર્મમાં નહિ પરંતુ ભારતમાં લગભગ બધા જ ધર્મમાં જોવા મળે  છે. જેમના પર કાર્યવાહી થવી જરૂરી છે. ધર્મના નામે તેમના કૃત્યોને યોગ્ય ઠેરવવા ન જોઈએ.

ત્રીજી ઘટના છે, યુ.પી.ની આઈ.એ.એસ. ઓફિસર દુર્ગા શક્તિ નાગપાલ ની. તેને એટલા માટે સસ્પેન્ડ કરવામાં આવી કે તેને એક મસ્જિદની ગેરકાયદે બનાવેલી દીવાલ તોડવાનો આદેશ આપ્યો. શું ગેરકાયદે બાંધકામ તોડવું એ શું અપરાધ છે? યુ.પી. સરકારના કહેવા મુજબ રમજાન માસમાં આ રીતનો આદેશ તંગદીલી વધારે  છે. પણ શું મુસ્લિમ ધર્મમાં રમજાન માસમાં ખોટા કામનો વિરોધ કરવો એ અપરાધ છે? દરેક ધર્મમાં ખોટા કામનો વિરોધ કરવો એ દરેક વ્યક્તિની પવિત્ર ફરજ બતાવવામાં આવી છે. બીજું કે રમજાન માસમાં આવો આદેશ આપવો જો ખોટી વાત હોય તો એનો મતલબ એવો થયો કે રંજન માસમાં મુસ્લિમ ગમેતે ખોટું કામ કરે તો તેને સજા ન કરી શકાય. એજ રીતે હિન્દુઓને શ્રાવણ મહિનામાં અને ખ્રિસ્તીઓને નાતાલ વખતે સજા ન થાય. શું તે જરા પણ યોગ્ય છે ખરું? હકીકતમાં યુ.પી. સરકારે ધર્મના નામે પોતનું કામ કર્યું છે. ખનન માફિયા સામે સખ્ત કાર્યવાહી કરના ઓફિસરને હટાવીને સરકાર ખનન માફીયાઓને બચાવી રહી છે. અને તે વસ્તુ જ યુ.પી. સરકારના ખનન કૌભાંડ તરફ આગલી ચીંધે છે. જરૂર છે સરકારની આવી નીતિનો વિરોધ કરવાની અને સરકારનો ભ્રષ્ટાચાર સામે લાવવાની.

“ ધર્મના નામે ભારતમાં ગમે તેવા ખોટા કામને સારા કામમાં અને સારા કામને ખરાબ દર્શાવી શકાય છે. કદાચ ધર્મ જ એક એવી વસ્તુ છે જેના નામ પર લોકો પાસે કોઈ પણ કામ કરાવી શકાય છે. ”

~:: તેજશ પટેલ ::~

%d bloggers like this: