Tag Archives: આરક્ષણ

આરક્ષણ (Reservation)

આરક્ષણ એ ભારતમાં કદાચ સૌથી સંવેદનશીલ મુદ્દો છે. આરક્ષણના કારણે કેટલાય નેતાઓએ પોતાનું રાજકીય વજુદ ગુમાવી દીધું છે તો કેટલાય નેતાઓએ આરક્ષણના નામે વર્ષો સુધી ચરી ખાધું છે.  અનામતના કારણે સરકાર તૂટી પડવાના કિસ્સા પણ ભારત માં નોધાયેલા છે.

ભારતમાં અનામત માટે ઘણા લોકો ગાંધીજી અને બાબા સાહેબ આંબેડકર ને જવાબદાર છે. સ્વતંત્ર ભારતમાં અનામતને પરવાનગી આપનાર આ લોકો જ છે પરંતુ અનામત ના વાસ્તવિક મૂળ તો તેનાથી પણ ઊંડા છે.

અનામતની માંગણી છેક ૧૮૮૨ માં નીમવામાં આવેલા Hunter Commission થી થયેલી છે. મહાત્મા જ્યોતીરાઓ ફૂલે એ ફરજીયાત શિક્ષણની સાથે સરકારી નોકરીઓમાં અનામતની માંગણી કરેલી. ૧૯૦૧ માં મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં શાહુ મહારાજે અનામતની શરૂઆત કરી પરંતુ ત્યાં સુધીમાં બરોડા અને મૈસુર રાજ્યમાં અનામત અમલમાં આવી ગઈ હતી.

૧૯૦૮ માં અંગ્રેજો એ કેટલીક જાતિઓને અનામત આપી. આ અનામતમાં બ્રીતીશરોનો પણ કેટલોક હિસ્સો હતો. ૧૯૨૧ માં મદ્રાસના ગવર્નરે બિન બ્બ્રાહ્મણોને ૪૪%, બ્રાહ્મણોને-મુસ્લિમોને-ખ્રિસ્તીઓને અનુક્રમે ૧૬-૧૬-૧૬ % અનામતને મંજૂરી આપી.

૧૯૪૨ માં બાબાસાહેબ આંબેડકરે scheduled castes માટે શિક્ષણ અને સરકારી નોકરીમાં અનામતની માંનાગની કરી.

આઝાદી વખતે બંધારણ ઘડનાર સમિતિએ scheduled castes અને Scheduled Castes  માટે ૧૦ વર્ષ માટે અનામતને મંજૂરી આપી જેની મુદતમાં ક્રમશ: ૧૦-૧૦ ણો વધારો કરવામો આવ્યો અને આઝાદીના ૬૩ વર્ષ પછી પણ ચાલુ છે. અનામતમાં ક્રમશ: ઘટાડો કરવાને બદલે તેમાં સતત વધારો આવ્યો. અંતે સુપ્રીમ કોર્ટે ૫૦%  કરતા વધુ અનામત કરવા પર પ્રતિબંધ લગાવ્યો. છતાં પણ તમિલનાડુ જેવા રાજ્યોમાં આજે ૬૯% અનામત છે.

ભારતમાં અનામતની ટકાવારી જેતે વર્ગમાં આવતા લોકોની સંખ્યાના પ્રમાણમાં આપવામાં આવે છે વળી હાલ લગભગ ૫૦% જેટલી અનામત લાગુ થયેલ છે એનો મતલબ એ થયો કે હાલ ભારતમાં વિકસીતો અને પછાતોની સંખ્યા લગભગ સરખી છે. અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે આઝાદીના ૬૦ વર્ષો બાદ પણ જો અડધી વસ્તી પછાત હોય તો તેના માટે જવાબદાર કોણ?  આઝાદીથી અત્યાર સુધી લાગુ રહેલી અનામતથી કેટલા લોકોનો વિકાસ થયો?

જો ખરેખર વિકાસ થયો હોય તો તેવા વિકસીત લોકોને કેમ હજુ સુધી અનામત આપવામાં આવે છે? અને જો વિકાસ ના થયો હોય તો અનામતને ચાલુ રાખવાનો શું અર્થ?

ખરેખર તો અનામતના કારણે વિવિધ જ્ઞાતિઓ વચ્ચે સમાનતા વધતી નથી પરંતુ વૈમનસ્ય વધે છે. પોતાના કરતા ઓછા મેરીટ વાળા ને એડમિશન મળે અને પોતે બાકાત રહી જાય ત્યારે વ્યક્તિ હમેંશા અનામતને, તેને લાગુ કરનારને તેમજ તેનો લાભ લેનાર બધાને ધિક્કારે છે. પરંતુ આ વાત નેતાઓને સમજાતી નથી કારણ કે તેમને માત્ર મતની પડી હોય છે. બિન અનામતમાં આવતી જાતિઓ સંગઠિત નથી તેનો રાજકારણીયો ફાયદો ઉઠાવે છે.

મારા ગામમાં લગભગ ૨૦૦ હરીજનોની વસ્તી છે તેમાંનો એક પણ વ્યક્તિ ધોરણ ૧૦ પાસ પણ નથી. આથી એમનામાંથી એક પણ વ્યક્તિ અનામતનો લાભ લઇ શકી નથી. એ લોકો એટલા ગરીબ છે કે એમને શિક્ષણ છોડીને કામે લાગવું પડે છે. સરકાર જો તેમને અનામત સીટ આપવાના બદલે આર્થિક સહયોગ કરે તો તેઓ જરૂર આગળ આવી શકે અને કદાચ તેમને અનામતની પણ જરૂર ના પડે.

મારા એક મિત્ર જે મારી જ જ્ઞાતિનો છે તેને ઓછા મેરીટના કારણે એન્જીનીયરીંગમાં પ્રવેશના મળ્યો પરંતુ તેના કરતા પણ ઓછા મેરીટ વાળો OBC નો છોકરો મારાજ ક્લાસમાં ભણતો હતો. આગળ જતા તેને અનામત ના કારણે નોકરી પણ અમારા કરતા જલ્દી લાગશે. તો તેની સાથે હું કઈ રીતે બેસી શકું?

મને ગવર્મેન્ટ ઈજનેરી કોલેજમાં માત્ર એક સીટ માટે પ્રવેશના મળ્યો કારણ કે હું પટેલ હતો અને તે સીટ પર OBC લખેલું હતું. નીચલી જાતિમાં જન્મવું એ જો પછાતોનો ગુનો ના હોય તો શું ઉચ્ચ જ્ઞાતિમાં જન્મવું એ મારો ગુનો હતો?

અનામતના મામલે ભારતમાં વર્ષોથી વિવાદ ચાલે છે પરંતુ એક વાસ્તવિકતા એ છે કે લોકો ૪૦% વાળા ડોક્ટર કરતા ૮૦% વાળા ડોક્ટર જોડે જ સારવાર કરાવશે પછી ભલે ડોક્ટર ઉચ્ચ જ્ઞાતિનો હોય અને દર્દી દલિત. અનામત ધરાવનાર વ્યક્તિઓએ એ વિચારવું જોઈએ કે જો તેઓ એક ઉચ્ચ જ્ઞાતિના ડોક્ટર જોડે દવા કરાવવા જાય અને તેમને તે વ્યક્તિ માત્ર દલિત હોવાના કારણે સારવાર કરવાની ના પડી દે તો તેઓ શું અનુભવશે? શું તેઓ જાતીય અપમાનનો કેસ નહિ કરે?

સુરતની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાં ૧૦૦૦૦ મેરીટ નંબર વાળા જનરલ કેટેગરીના વિધાર્થીને પ્રવેશ નથી મળતો પરંતુ ST/SC વિદ્યાર્થીને ૧૫૦૦૦૦ થી વધુ મેરીટ નંબર હોવા છતાં પ્રવેશ મળે છે !!!?

આધાર : વિકિપીડિયા ઉપર  “આરક્ષણ”

લેખક : તેજશ પટેલ.