GUJARATI

Latter To a Upcoming Child

27/10/2016

 

પ્રિય..,

 આ પત્ર હું એ સમયે લખી રહ્યો છું જયારે તું તારી મમ્મી ના ગર્ભ માં શ્વાસ લઇ રહ્યો/રહી છું.

        હું નથી જાણતો કે તું કોણ છે અને જાણવા પણ નથી માંગતો કે તું છોકરી છે કે છોકરો, કારણ કે તું કઈ પણ હોય એનાથી મને કોઈ જ ફરક પડતો નથી અને કદાચ તું અમારું પહેલું અને આખરી સંતાન હશે.તારો ઉછેર એજ રીતે થશે જે રીતે મારા માટે કોઈ પણ બાળકનો ઉછેર થવો જોઈએ, પૂર્ણ સત્ય સાથે, તારા એક પણ પ્રશ્નનો જવાબ ના આપીને કે ગોળ ગોળ જવાબ આપીને કે ખોટો જવાબ આપીને કે ઉત્તર ટાળીને હું તારો ઉછેર નથી કરવા માંગતો અને નહિ કરું. તારા કોઈ પણ નિર્ણયોમાં મારી દખલગીરી નહિ હોય કે મારા, તારા વિષેના મારા કોઈ પણ નિર્ણયમાં જબરજસ્તી સીધી કે આડકતરી કોઈ પણ રીતે નહિ હોય.

        તને જન્મ આપીને હું તારી ઉપર કોઈ જ ઉપકાર નથી કરી રહ્યો કારણ કે તે ક્યારેય એવું કહ્યું જ નથી કે મને જન્મ આપો. આ નિર્ણય મારો અને તારી મમ્મી નો સહિયારો નિર્ણય હતો કે અમારું પોતાનું એક સંતાન હોવું જોઈએ. અને તું અમારા ઘરે જન્મીને અમારી એ ઈચ્છા પૂરી કરીશ અને કદાચ એ તારો અમારી ઉપર સૌથી મોટો ઉપકાર હશે. અને એટલે જ હું મારા જીવનમાં ક્યારેય તને એવું કહીશ નહિ કે અહેસાસ પણ નહિ કરાવું કે તને જન્મ આપીને, તારો ઉછેર કરીને કે તને કોઈ મદદ કરીને મેં તારી ઉપર કોઈ જ ઉપકાર કર્યો છે.

        તું કદાચ એટલુ નસીબદાર બાળક હોઈશ, ખાસ તો આ પરિવાર. માં કે જેના આગમનની સૌથી વધુ લોકો રાહ જોઈ રહ્યા હોય. કદાચ તારા પપ્પા પર ગયેલા તારા ભાઈ પાર્થીવ, તારા જન્મ વખતે સહયોગ કરનાર અને પોતાની ઈચ્છા મુજબ જીવવા વાળી તારી બહેન નિયતિ, બધા જ ભાઈ બહેનોમાં કદાચ સૌથી સમજદાર તારો ભાઈ ચિંતન, સૌથી મસ્તીખોર અને ચતુર જલ્પેન, પોતાની મમ્મીનો હંમેશા સાથ આપનાર નેન્સી, મસ્તીખોર હેત, આળસું અને લાગણીશીલ નૈસર્ગી, પોતાનું ધાર્યું કરાવનાર ક્રિશ, લાગણીશીલ અને ઉમર કરતા વધુ પુખ્ત આયુષ, બિન્દાસ શોખીન અને સૌની લાડકી અર્ણવી, તારા પપ્પા અને ખાસ તો મમ્મીને હંમેશા યાદ કરતી યક્ષા, અને કદાચ હજુ પૂરું બોલતા પણ ના શીખી શકનાર ધ્યાન, આ બધા જ તારી આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે.

        આ સિવાય પણ તારા જન્મ માં યોગદાન કરનાર તારા જનક ફૂવા અને ઈલા ફોઈ, તારા પપ્પા ને હંમેશા સાથ આપનાર તારા દાદા-દાદી રવીન્દ્રભાઈ અને કપિલાબેન, તારા મમ્મી પપ્પા ને કોઈ પણ મુશ્કેલી વખતે સાથ આપનાર નીલેશ ફૂવા અને રોહિણી મામી, સૌથી વધુ ઉમરવાળી કમળી  બા, ભાઈ અને કાકા હેમાંગ, પોતાના લગ્નની રાહ જોઈ રહેલા તારા ભાભી અને કાકી ભૂમિ, તારા માસા અને માસી જયેશભાઈ અને નયનાબેન, પોતે તકલીફ સહન કરીને તારા મમ્મી-પપ્પાને મદદ કરનાર તારા મામી જયશ્રીબેન અને અન્ય તમામ લોકો જે તારા તારા મમ્મી-પપ્પા સાથે જોડાયેલા છે તે તારા જન્મની રાહ જોઈ રહ્યા છે. અને આ બધા માં સૌથી વધુ  રાહ જોનાર અને તકલીફ સહન કરનાર તારી મમ્મી જાનકી.

        આમ તો મેં હવે કોઈ જોડેથી ખાસ અપેક્ષા રાખવી બંધ કરી દીધી છે છતાં તારી જોડેથી અપેક્ષા રાખું છે કે આ બધા જોડે તું ઉચિત સબંધ રાખીશ, સાચવીશ અને વર્તીશ.

        બસ, આટલી જ અપેક્ષા સાથે તારા જન્મની રાહ જોઈ રહેલા તારા પપ્પા.

તેજશ પટેલ.

કર્મનો સિદ્ધાંત

મોટા ભાગના હિંદુઓ અને બીજા ઘણા ધર્મના લોકો કર્મના સિદ્ધાંતમાં મને છે. તેઓ વિચારે છે કે મનુષ્ય જેવા કર્મ કરે છે તેવું તેને ફળ મળે છે. કેટલાક લોકો એવું માને છે કે કર્મનું ફળ એ જ જન્મમાં મળે છે જેમાં કર્મ કરવામાં આવે છે. કેટલાક લોકો માને છે કે કર્મ પ્રમાણે આગળનો અવતાર મળે છે જયારે કેટલાક લોકો માને છે કે કર્મ પ્રમાણે સ્વર્ગ અને નર્ક મળે છે.

પરંતુ હું માનું છુ કે કર્મનું ફળ એ જ જન્મમાં મળે છે જે જન્મમાં કર્મ કરવામાં આવ્યું હોય. અને ઘણીવાર તો કર્મના થોડા જ સમયમાં તેનું ફળ મળી જાય છે.

જેમ કે, પરીક્ષા. જો વિદ્યાર્થી પરીક્ષા અગાઉ ખુબ મેહનત કરે તો પરિણામ સારું આવે છે અને જો મહેનત ઓછી કરે તો ખરાબ. આમ તેના કર્મનું ફળ મળવામાં પરિણામ આવતા સુધીનો સમય લાગે છે. પરંતુ હૂબ મહેનત કાર્ય પછી પણ પરિણામ ખરાબ આવે તો? તેમાં પણ કર્મનું ફળ તો આ જન્મમાં જ મળે છે પરંતુ તેમાં સમય વધુ લાગે છે. કારણકે વિદ્યાર્થી એ કરેલી મહેનતના કારણે તેના જ્ઞાનમાં વધારો થાય જ છે અને એ જ્ઞાન તેના જીવનમાં અથવા વ્યવસાયમાં ક્યારેક તો કામ લાગે જ છે. તે જ્ઞાન ઘણીવાર તેના પરિવારવાળા ને પણ કામ લાગે છે. આમ તેના કર્મનું ફળ તો આજ જન્મમાં મળે છે.

એવા ઘણા બધા ઉદાહરણ આપણે આપણી આસપાસ જોઈએ છીએ અને કહીએ છીએ કે એના કર્મોની સજા મળી. હું જયારે એન્જીનીયરીંગ કરતો હતો ત્યારની વાત છે. અમારા સીનીયર તેમનું ડીગ્રી સર્ટીફીકેટ લેવા માટે આવ્યા હતા. તેમાંથી બે વ્યક્તિ જયારે બાઈક લઈને પાછા ઘરે જતા હતા ત્યારે હોસ્ટેલ આગળ બેઠેલા કુતરા ઉપર બાઈક ચઢાવી દીધી, કુતરું ચીસ પાડી ઉઠ્યું પણ પેલા બે જણ તેના પર ધ્યાન આપ્યા વગર ચાલ્યા ગયા. બધાએ જોયું તો કુતરું અપંગ થઇ ગયું હતું. થોડી વાર પછી બધાને ખબર મળી કે પેલા બે વ્યક્તિને ટ્રેક્ટર સાથે અકસ્માત થયો હતો અને જે બાઈક ચલાવતો તેને પણ તેનો પગ ગુમાવ્યો હતો. અને અમારા બધાના મોઢામાંથી એક જ વાત નીકળી કે જેવું કર્યું તેવું ફળ મળ્યું. અહી કર્મનું ફળ માત્ર એકાદ કલાક કરતા પણ ઓછા સમય મળ્યું તેમ કહી શકાય.

હિટલર, મુસોલીની જેવા સરમુખત્યારોનો અંત કેવો હતો?

શું પરવેજ મુશર્રફ ને તેમના કર્મોની સજા નથી મળી રહી?

કોઈ વ્યક્તિ કદાચ કાનુન કે અન્ય લોકોની નજરમાંથી કર્મ કરતા બચી શકે પણ ઈશ્વરની નજરમાંથી નથી બચી શકતો. જયારે મગરમચ્છ નો શિકારી Steve Irwin એક માછલીના ડંખથી મ્રત્યુ પામે ત્યારે તેને કર્મનું ફળ નહિ તો અન્ય શું કહી શકાય?

શું આપણા જીવનમાં પણ એવા અસંખ્ય કિસ્સા નથી હોતા જેમાં આપણે કર્મનું ફળ ભોગવીએ છીએ? એકવાર દિલથી વિચારી જુઓ હજારો કિસ્સા મળી આવશે.

અને એકવાર જો તમે માનશો અથવા અનુભવશો કે કર્મનું ફળ અહી જ મળે છે તમે પોતાની જાતે જ સારા કર્મ કરવાનો પ્રયત્ન કરશો.

” જો કે દરેક વ્યક્તિ, ચાહે તે સારું કામ કરતો હોય કે ખરાબ, પોતે તો એવું જ માને છે કે તે બરાબર કરી રહ્યો છે. “

લેખક :- તેજશ પટેલ

શું આપણામાં બદલાવ જરૂરી નથી?

હમણા થયેલી કેટલીક ઘટનાઓ આપણને વિચારવા મજબુર કરે છે કે આપણા નેતાઓ, આપનું મીડીયા સીધી સાદી ઘટનાને પણ કેટલી અઘરી બનાવીને રજુ કરે છે. અને આપણે પણ થોડું વિચાર્યા વગર તેમની વાતોમાં આવી જઈએ છીએ. અહી એવી જ કેટલીક ઘટનાઓ છે જેના વિષે આપણે થોડુક વિચારવાની જરૂર છે.

સૌપ્રથમ ઘટના છે દેશની રાજધાની દિલ્હીની. બાઈક સ્ટંટ કરતા “બાઈકર્સ ગેંગ”ના એક સભ્યને પોલીસની ગોળી વાગી અને તેનું મૃત્યુ થયું. દેશમાં બહુ હોબાળો થયો. મીડિયા અને લોકોએ પોલીસની કાર્યવાહીની નિંદા કરી કરી. પણ શું પોલીસની કાર્યવાહી ખરેખર ખોટી હતી?  સૌપ્રથમ તો બાઈકર્સ ગેંગનો ત્રાસ કેટલાય મહિનાઓથી હતો. જાહેર માર્ગો પર સ્ટંટ કરવાથી ખુદ બાઈકર્સ માટે તો જોખમી હતુ જ સાથે સાથે રસ્તા પરથી પસાર થતા અન્ય નિર્દોષ લોકો માટે પણ તેટલું જ જોખમી હતું. બીજી વાત કે જયારે પોલીસે બાઈકર્સને અટકાવવા પ્રયત્ન કર્યો તો બાઈક ચાલકોએ પોલીસ ઉપર જ પથ્થર મારો કર્યો. વળતા જવાબમાં પોલીસે ગોળીબાર કર્યો અને એક બાઈક પર બેઠેલા વ્યક્તિનું મૃત્યુ થયું. કેટલાક લોકોએ કહ્યું કે પોલીસે હવામાં ગોળીબાર કરવો જોઈતો હતો. પરંતુ કોઈએ વિચાર્યું કે જો આપણી ઉપર કોઈ હુમલો કરે અને આપની જોડે હથિયાર હોય તો આપણે શું કરીએ? શું આપણે વિચારવા બેસીએ કે તે ચલાવવું કે નહિ? ના. આપણે પણ એ જ કરીએ જે દિલ્હી પોલીસે કર્યું. મ્રત્યુ પામેલા વ્યક્તિના પરિવાર વાળાએ પોલીસ પર હત્યાનો આરોપ લગાવ્યો. પણ શું એમને પહેલા તપાસ કરી હતી કે એમનો છોકરો મોડી રાત સુધી દોસ્તો સાથે શું કરે છે? ક્યાં ફરે છે? શું પોતાના સંતાન વિષે તપાસ કરવાની જવાબદારી તેમના માં-બાપની નથી?               આજ ઘટનાને કેટલાક લોકોએ ધર્મ સાથે જોડી. તેમનો દાવો હતો કે પોલીસે આરોપી હિંદુ હતો એટલે તેની હત્યા કરી. શું ગોળી ચલાવતા પહેલા પોલીસ તેને તેનું નામ પૂછવા ગઈ હતી? કે ધર્મ પૂછવા ગઈ હતી?

બીજી ઘટના છે કાવડ યાત્રાની. ભારતમાં લાખો લોકો અલગ અલગ ધર્મસ્થાનોની પદ યાત્રા કરે છે. આ તેમની આસ્થાનો વિષય છે. પરંતુ કેટલાક લોકો પગપાળા યાત્રાના બહાને રસ્તા પર ત્રાસ ફેલાવે છે. રસ્તા પર આવતા જતા લોકો પર હુમલા કરે છે. શું તે યોગ્ય છે? જરા પણ નહિ. ધર્મ ના નામે અવ કૃત્યોને સાંખી લેવાય નહિ. જો કે આવા કૃત્યોના વિરોધ કરનાર કેટલાક લોકો તો આવી યાત્રાને જ ખોટી ગણાવે છે અને તેને રોકવાની વાત કરે છે. શું તે યોગ્ય છે? જરા પણ યોગ્ય નથી. લાખો લોકોની આસ્થાને રોકવી જોઈએ નહિ. પરંતુ ધર્મને નામે ત્રાસ ફેલાવનાર પર કડક કાર્યવાહી કરવી જોઈએ અને અન્ય લોકોએ પણ કાર્યવાહી માટે પોલીસને સાથ આપવો જોઈએ. ધર્મના નામે ત્રાસ ફેલાવનારા એ કોઈ એક ધર્મમાં નહિ પરંતુ ભારતમાં લગભગ બધા જ ધર્મમાં જોવા મળે  છે. જેમના પર કાર્યવાહી થવી જરૂરી છે. ધર્મના નામે તેમના કૃત્યોને યોગ્ય ઠેરવવા ન જોઈએ.

ત્રીજી ઘટના છે, યુ.પી.ની આઈ.એ.એસ. ઓફિસર દુર્ગા શક્તિ નાગપાલ ની. તેને એટલા માટે સસ્પેન્ડ કરવામાં આવી કે તેને એક મસ્જિદની ગેરકાયદે બનાવેલી દીવાલ તોડવાનો આદેશ આપ્યો. શું ગેરકાયદે બાંધકામ તોડવું એ શું અપરાધ છે? યુ.પી. સરકારના કહેવા મુજબ રમજાન માસમાં આ રીતનો આદેશ તંગદીલી વધારે  છે. પણ શું મુસ્લિમ ધર્મમાં રમજાન માસમાં ખોટા કામનો વિરોધ કરવો એ અપરાધ છે? દરેક ધર્મમાં ખોટા કામનો વિરોધ કરવો એ દરેક વ્યક્તિની પવિત્ર ફરજ બતાવવામાં આવી છે. બીજું કે રમજાન માસમાં આવો આદેશ આપવો જો ખોટી વાત હોય તો એનો મતલબ એવો થયો કે રંજન માસમાં મુસ્લિમ ગમેતે ખોટું કામ કરે તો તેને સજા ન કરી શકાય. એજ રીતે હિન્દુઓને શ્રાવણ મહિનામાં અને ખ્રિસ્તીઓને નાતાલ વખતે સજા ન થાય. શું તે જરા પણ યોગ્ય છે ખરું? હકીકતમાં યુ.પી. સરકારે ધર્મના નામે પોતનું કામ કર્યું છે. ખનન માફિયા સામે સખ્ત કાર્યવાહી કરના ઓફિસરને હટાવીને સરકાર ખનન માફીયાઓને બચાવી રહી છે. અને તે વસ્તુ જ યુ.પી. સરકારના ખનન કૌભાંડ તરફ આગલી ચીંધે છે. જરૂર છે સરકારની આવી નીતિનો વિરોધ કરવાની અને સરકારનો ભ્રષ્ટાચાર સામે લાવવાની.

“ ધર્મના નામે ભારતમાં ગમે તેવા ખોટા કામને સારા કામમાં અને સારા કામને ખરાબ દર્શાવી શકાય છે. કદાચ ધર્મ જ એક એવી વસ્તુ છે જેના નામ પર લોકો પાસે કોઈ પણ કામ કરાવી શકાય છે. ”

~:: તેજશ પટેલ ::~

ભારતને નબળી પાડતી નીતિઓ

આજકાલ ભારત દેશ ઘણી બધી સમસ્યાઓ સામે જજુમી રહ્યો છે. મોટાભાગના રાજકીય પક્ષો તેમાંથી પોતાનો લાભ સાધવા પ્રયત્નો કરે છે, પરંતુ કોઈ સમસ્યાના ઉકેલ કે પછી તેના મૂળ કારણ સુધી પહોચવાની વાત કરતુ નથી. કેટલીક સમસ્યાઓના કારણ વિષે તો ભારતનો સામાન્ય માનવી પણ જાણે છે. પરંતુ તેનો ઉકેલ થઇ શક્યો નથી.

ભારતની સૌથી મોટી સમસ્યા છે ગરીબી. ગરીબી નિવારવા માટે મોટે ભાગે ગરીબોને સસ્તા ભાવે કે મફત ચીજ વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે. આનાથી ગરીબો ખુશ થઇ જાય છે અને યોજના લાગુ કરનાર સરકારને મત આપે છે. પરંતુ ખરેખર ગરીબીમાં કોઈ ફર્ક પડતો નથી. ગરીબ હમેંશા ગરીબ જ રહે છે. કારણ સાદું જ છે. જ્યાં સુધી મફત મળશે ત્યાં સુધી ખાશે અને વાપરશે પણ પછી??? એટલે આ રીત થી ગરીબી હટાવવા માટે સરકારે દર વરસે જે તે ચીજ વસ્તુઓ પૂરી પડવી પડે છે. વળી વસ્તી વધારાના કારણે ગરીબોની સંખ્યા વધતી જાય છે, એટલે સરકારી ખજાના પર પણ બોજો વધતો જાય છે. બોજો ઘટાડવા સરકાર વેરો વધારે છે પરિણામે મોંઘવારી વધે છે અને છેવટે ગરીબોની સંખ્યા…!આ વિષ ચક્ર ચાલતું જ રહે છે. ખરેખર તો ગરીબી ઘટાડવા સરકારે ચીજ વસ્તુ નહિ પણ રોજગારી પૂરી પડવી જોઈએ. જો રોજગારી મળે તો સરકારે કશું મફત ના આપવું પડે એટલે વેરો પણ ના વધે અને ગરીબોની સંખ્યા પણ ઘટે.

બીજી સમસ્યા છે ભ્રષ્ટાચાર. ભ્રષ્ટાચારના કેસમાં તો પોલીસ જ ચોર છે. મતલબ કે જેની જવાબદારી છે ભ્રષ્ટાચાર રોકવાની તે પોતે જ ભ્રષ્ટાચાર કરે છે. એટલે તે કદી પોતાને સજા કરવાનો નથી. ભ્રષ્ટાચારની તપાસ કટી સંસ્થાઓ (સિબિઆઇ) વગેરે પર આખિરી અંકુશ ભ્રષ્ટાચાર કરનાર નો જ હોય છે. એટલે જ અહી આરોપી ખુદ સાક્ષી બની જાય છે. જો ભ્રષ્ટાચાર ની તપાસ કરનારી સંસ્થાને સ્વાયતતા મળે તો મોટાભાગના નેતાઓ જેલમાં જાય. અને એટલે જ તેઓ આવી સંસ્થાઓને સ્વાયત નથી થવા દેતા.

ત્રીજી સમસ્યા છે સલામતીની. વિશ્વના બીજા નંબરની સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ માટે આંતરિક અને બાહ્ય સલામતી વિકટ સમસ્યા બનતી જાય છે. ભારતના રાજ્યો કરતા પણ નાના અને ક્યારેક ભારતમાંથી જ છુટા પડેલા તેના પડોસી દેશો ભારતની વાત માનવા તૈયાર નથી…! ભારતમાંથી જ પેદા થયેલો પાકિસ્તાન વારંવાર ભારત સામે હાર્યા પછી પણ સુધરવાનું નામ લેતો નથી. ભારતના મોસ્ટ વોન્ટેડ આરોપીઓને પાકિસ્તાને સંઘર્યા છે. રોજે રોંજ ઘુસણખોરીના પ્રયત્નો થાય છે. દેશમાં થયેલા કેટલાય આંતકવાદી હુમલા પાછળ સીધી કે આડકતરી રીતે પાકિસ્તાનનો હાથ છે. છતાં પણ તેને જવાબ આપવાને બદલે આપની સરકાર શું કરે છે? ત્યાના કલાકારો ભારતમાં આવીને કામ કરે છે. ટ્રેન અને બસ સેવા શરુ કરે છે. વેપાર વધારવાના પ્રયત્નો કરે છે. ક્રિકેટ મેચ રમાડવામાં આવે છે. શા માટે?  કારણ કે ક દિવસ તે દેશ મજબુત બનીને આપણને હરાવી દે? શું આપને પૃત્વિરાજ ચૌહાણ અને મહમદ ઘોરી ના ઇતિહાસનું પુનરાવર્તન તો નથી કરી રહ્યાને?                           બીજો એક દેશ છે બાંગ્લાદેશ. જેની સ્વતંત્રતા માટે આપણે લડ્યા. ભારતમાંથી ચાલની સિક્કા અને પ્રતિબંધિત પ્રતિબંધિત ડ્રગ્સની દાણચોરી સહુથી વધુ આ દેશ જોડે થાય છે. સૌથી વધુ ઘુસણખોરી આ દેશમાંથી થાય છે. બદલામાં ભારત શું કરે છે? ઘુસી આવતા બાંગ્લાદેશી લોકોને રાશન કાર્ડ આપવામાં આવે છે. મકાન આપવામાં આવે છે જેથી ચૂંટણીમાં એ લોકો મત આપે. ભારતમાં આંતકવાદીઓને લોકલ સપોર્ટ આવા ઘુસણખોરો જ સૌથી વધુ આપે છે. આસામ જેવા રાજ્યોમાં તો આ લોકો ત્યાના મૂળ રહેવાસીઓ પર હુમલા પણ કરે છે.        અન્ય દેશ છે ચીન. આ દેશ પર વિશ્વના મોટાભાગના દેશ વિશ્વાસ નથી કરતા. પરંતુ ભારતના નેતાઓને પોતાની જાત કરતા કદાચ ચીન પર વિશ્વાસ વધુ છે. ભારત પર એકવાર ચડી કરી ચૂકેલું ચીન અત્યાર સુધીમાં ભારતની કેટલીય જમીન પચાવી પડી ચુક્યું છે. હાલ પણ તેની ઘુસણખોરી ચાલુ જ છે. ભારત તેનો લશ્કરી રીતે સીધો મુકાબલો કરી શકે તેમ નથી પરંતુ ચીન ને જરૂર છે ભારતના વિશાળ બજારની. એટલે જ તે ખુસંખોરી કાર્ય બાદ પણ વ્યાપારી સંબધો સારા રાખવા માંગે છે. ભારત ચીનના હલકી ઘુનવત્તા વાળા માલ-સમાન પર પ્રતિબંધ મૂકી તેને જવાબ આપી શકે છે પરંતુ ભારતની કોઈ પણ સરકારને દેશની સલામતી કરતા વ્યાપારમાં વધારે રસ હોય છે.               નકસલવાદ તો ભારતની ભૂમિ પરથી જ ભારતમાં ફેલાવતો ત્રાસવાદ છે. શ્રીલંકા જેવો નાનો દેશ પોતાની ધરતી પરથી વિશ્વના સૌથી મજબુત આતંકી સંગઠનને હટાવી શકે છે. પરંતુ ભારત નકસલવાદ ને નાથી શકતો નથી. દેશના નાગરિકો કરતા, ભારત સરકારને  નક્સલવાદી હુમલામાં માર્યા જતા પોલીસ અને ભારતીય જવાનો કરતા પણ વધુ નક્સલવાદીઓની ચિંતા છે…??? શું આપણે એટલા બધા કમજોર છીએ કે આપણી જ ધરતી પર નકસલવાદીઓને મળતી મદદ આપણે અટકાવી શકતા નથી…???

ચોથી સમસ્યા તુટતી આર્થિક સ્થિતિની છે. ભારતનું અર્થતંત્ર ખાડે જઈ રહ્યું છે. દેશના અર્થશાસ્ત્રી વડાપ્રધાન તેને રોકી શકતા નથી. દેશની આર્થિક સ્થિતિ મજબુત કરવા કેટલાક “આર્થિક સુધારા” કરવામાં આવ્યા. પરંતુ શું એ ખરેખર સાચી દિશા છે?  સૌ પ્રથમ તો સરકારે વિવિધ કંપનીઓમાંથી પોતાનો હિસ્સો વેચવા કાઢ્યો. વેચાણથી તાત્કાલિક આવક થઇ. પરંતુ તેમાંથી થતો નફો હવે મળશે નહિ. તેના બદલે જો કંપનીઓનો વહીવટ સુધારવામાં આવે તો તે નફાકારક થઇ શકત.   પછી સરકારે વિવિધ ક્ષેત્રોમાં વિદેશી મૂડી રોકાણને મંજુરી આપી. તેનાથી કદાચ દેશમાં નવી નવી વિદેશી કંપનીઓ આવે. દેશમાં રોજગારી વધે અને પરિણામે ગરીબી ઘટે. પરંતુ એકવાર પ્લાન્ટ શરુ થયા પછી થતો નફો કંપનીઓ પોતાના દેશમાં લઇ જશે. અને પરિણામે દેશનું નાણું વિદેશમાં જશે. એના કરતા જો સરકાર સ્થાનિક કંપનીઓ અને લોકોને મદદ કરેતો દેશની ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય. લોકોની રોજગારી વધે. અને દેશનું નાણું દેશમાં રહે. જો નિકાસ થાયતો સરકારી આવકમાં પણ વધારો થાય.

આ બધી પોલીસીમાં કોઈ પણ સરકાર કોઈપણ પ્રકારનો ફેરફાર કરશે નહિ કારણ કે સહુને દેશની નહિ વોટ બેંક ની પડી છે. સત્તા અને રૂપિયા માટે અહી લોકો કોઈ પણ હદ સુધી જી શકે તેમ છે.

” આર્થિક પર્વતની ટોચ પર પહોચવા માટે અહીં લોકો ચારિત્ર્ય અને સંસ્કારોની ખીણમાં પડવા પણ તૈયાર છે.”

~:: તેજશ પટેલ ::~

ઇશરત જહાં નકલી એન્કાઉન્ટર પર કેટલાક સવાલો

૧૫ જુન ૨૦૦૪ ના દિવસે ઇશરત જહાનું એન્કાઉન્ટર થયું ત્યારે કદાચ કોઈએ પણ વિચાર્યું નહિ હોય કે આ નકલી એન્કાઉન્ટર ભારત અને વિશ્વમાં આટલી પ્રસિદ્ધિ મેળવશે. મોટાભાગના લોકો ગુજરાત પોલીસની બહાદુરીને બિરદાવતા હતા. પરંતુ આજે એ “બહાદુર પોલીસ જવાનો” જેલના સળિયા પાછળ છે. જે એન્કાઉન્ટર તેમને કીર્તિ અપાવતું હતું તે આજે તેમની જીંદગી બરબાદ કરી ચુક્યું છે. ભારતના લોકો આ એન્કાઉન્ટર વિષે સમાચર જુવે છે ત્યારે એ નક્કી કરવું મુસ્કેલ બની જાય છે કે ખરેખર સત્ય શું છે.

એન્કાઉન્ટર વિશેના અહી કેટલાક પ્રશ્નો રજુ કરવામાં કરવામાં આવ્યા છે જે જાણ્યા પછી કદાચ તમારો એન્કાઉન્ટર વિશેનો ખ્યાલ પણ બદલાઈ જશે.

(૧) એન્કાઉન્ટર વિશેનો સૌથી મુખ્ય પ્રશ્ન છે કે તે ખરેખર અસલી હતું કે નકલી?

         અત્યાર સુધીની વિવિધ કમિટીઓ, અને વ્યક્તિની તપાસ પછી એન્કાઉન્ટર નકલી હોવાના પૂરતા પુરાવા મળી ચુક્યા છે.

(૨) એન્કાઉન્ટર ખરેખર કોને કર્યું?

         ડી.જી. વણજારા, એન.કે. અમીન, તરુણ બારોટ, મોહન કલ્સવા, પી.પી. પાંડે, કે. આર. કૌશિક,

(૩) એન્કાઉન્ટર પાછળનું માસ્ટર માઈન્ડ કોણ?

         અત્યાર સુધીના એન.ડી.એ. સિવાયના બધા જ રાજકીય પક્ષો ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અમિત શાહ ને ગુનેગાર ઠેરવી ચુક્યા છે. થોડા સમય પહેલા સમાચાર માધ્યમોમાં પણ સફેદ દાઢી (મોદી) અને કાળી દાઢી (શાહ) ની વાતે જોર પકડ્યું હતું, પરંતુ આખરે સી.બી.આઈ. ની ચાર્જ-શીટમાં બંનેમાંથી કોઈના નામનો ઉલ્લેખ નથી. ભાજપ વારંવાર દાવો કરતુ રહ્યું છે કે મોદીને ફસાવવા અને મુસ્લિમ મત મેળવવા માટે કોંગ્રેસ સી.બી.આઈ.નો દુરુપયોગ કરી રહી છે.

(૪) મૃત્યુ પામનાર લોકો કોણ હતા?

         એન્કાઉન્ટરમાં મ્રત્યુ પામનાર ચાર લોકો નીચે મુજબ હતા.

         પ્રાનેશ પિલ્લઇ (ઉર્ફે જાવેદ ગુલામ શેખ) : કેરળના નુરનાદ માં વસતા ગોપીનાથ પિલ્લઇનો દીકરો હતો. નોકરીની શોધમાં મુંબઈ આવ્યો હતો. મુંબઈ અને પુણેમાં તેના પર ચાર પોલીસ કેસ થયેલા હતા. નકલી નોટોના કૌભાંડમાં પણ સપડાયેલો હતો. ૧૯૯૦નામધ્યમાં મુસ્લિમ ધર્મ ધારણ કરી સાજિદા નામની મુસ્લિમ જોડે લગ્ન કર્યા. બે અલગ અલગ નામે પાસપોર્ટ ધરાવતો હતો. એન્કાઉન્ટરના બે મહિના પહેલા જ ઇશરતના પરિવારના સંપર્કમાં આવ્યો હતો.

         ઇશરત જહાં : મુંબઈની ગુરુ નાનક ખાલસા કોલેજમાં B.SC. ના  બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. સાત ભાઈ બહેનોમાં તે બીજા નંબરની હતી. પરિવારને મદદ કરવા તે ટ્યુશન અને એમ્બ્રોડરીનું કામ કરતી હતી. તે જાવેદ શેખની સેક્રેટરી પણ માનવામાં આવે છે.

         અમજદ અલી રાણા(ઉર્ફે અકબર ઉર્ફે સલીમ) : પાકિસ્તાનના હવેલી દિવાનનો હોવાનું માનવામાં આવે છે.

      જીશાન જોહર(ઉર્ફે અબ્દુલ ગની) : ૨૦૦૩માં શ્રીનગરથી અમજદ સાથે જડ્પાયો હતો. તેની પાસેથી પાકિસ્તાની આઇડેન્તીટી કાર્ડ મળ્યા હતા.

         જોકે પાછળથી જસ્ટીસ તમંગે આઈ કાર્ડને પોલીસ દ્વારા બનવાતી બનવાયા હોવાનું નોધ્યું હતું. એન્કાઉન્ટર પછી બંનેની લાશ લેવા કોઈ આવ્યું નહોતું. તમાગે બંનેને ભારતીય કહ્યા હતા જોકે તેનો કોઈ પુરાવો આપવામાં આવ્યો નથી.

(૫) ઇશરત આંતકવાદી હતી?

         તેનો પરિવાર તેને આંતકવાદી માનવા તૈયાર નથી. મોદી વિરોધીઓ તેને નિર્દોષ કહે છે. અને મોદી સમર્થકો તેને આતંકવાદી કહે છે. આઈબી ના રીપોર્ટમાં તેને લશ્કર-એ-તૈયબાની આંતકવાદી બતાવવામાં આવી છે. કેટલાક અખબારોના દાવા મુજબ ડેવિડ હેડલીએ તેને આંતકવાદી માની હતી અને તે સ્યુસાઈડ બોમ્બર કહેવામાં આવી હતી. ભારતના ગૃહ મંત્રાલયે ૨૦૦૭માં કોર્ટમાં કરેલા હલફનામામાં તેને આંતકવાદી માનવામાં આવી હતી જોકે ૨૦૦૯માં તેને બદલીને તેને નિર્દોષ ગણવામાં આવી હતી.

         સી.બી.આઈ. એ ઈશ્રતને નિર્દોષ ગણવી હતી પણ બાકીના ત્રણ વિષે મૌન સેવ્યું છે. આથી જાવેદ સાથે ઇશરતના સબંધને કારણે પણ ઇશરત શંકામાં આવે છે.

(૬) આરોપીઓને સજા થવી જોઈએ?

         ભારતના કાનુન મુજબ જો ઇશરત આંતકવાદી હોય તો પણ નકલી એન્કાઉન્ટર માટે ગુનેગારોને સજા થશે જ. જો કે ઇશરત આંતકવાદી સાબિત થાય તો આરોપીઓને લોકોની સહનીભુતી મળે પણ સજા તો થાય જ.

(૭) રાજકીય દાવપેચ?

         એન્કાઉન્ટરને કોંગ્રેસ મોદીની સાજીશ ગણવે છે તો એન્કાઉન્ટરની તપાસને ભાજપ મોદી વિરોધ સી.બી.આઈ.નો દુરુપયોગ અને મુસ્લિમ મતો મેળવવા માટેનું પગલું ગણાવે છે. જોકે મોટા ભાગના મોદી વિરોધી લોકો એન્કાઉન્ટર માટે મોદીને સજા આપવાની વાત કરે છે.

         ઈશરાતનું આતંકવાદીનું લેબલ નક્કી થતા પહેલા જ બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે તેને બિહારની બેટી કહી. જે મુસ્લિમ મતોના રાજકારણને ખુલ્લું પાડે છે.

કેટલાક લોકો સી.બી.આઈ. ના ટાઈમિંગ ને પણ શંકાની નજરે જુવે છે.

(૮) ઇશરતનો પરિવાર : ઇશરતનો પરિવાર ઈશ્રતને નિર્દોષ ગણાવે છે. પરંતુ ઇશરત અમદાવાદ કેવી રીતે પહોચી તે સ્પષ્ટ થઇ શક્યું નથી.

(૯) કોંગ્રેસ નેતા વિરભદ્રસિંહની પુત્રી અભીલાશાકુમારી ઇશરત કેસની જજ છે.

~:: લેખક : તેજશ પટેલ ::~

Related Docs and Articles:

“Lashkar owns up Ishrat”. The Times of India. 14 July 2004. Retrieved 2011-11-21.

“Ishrat Jahan was an LeT fidayeen: Headley”. The Times of India. 5 July 2010. Retrieved 2011-11-21.

Ishrat Jahan a terrorist, says Gujarat govt Hindustan Times – 8 September 2009

“True identity of Johar, Rana still unknown”. The Times of India. 9 September 2009. Retrieved 2011-11-22.

હેપ્પી મધર્સ ડે…

“ હેપ્પી મધર્સ ડે…
આજે એ વ્યક્તિનો દિવસ છે જેનું કદાચ મારી જીંદગીમાં ખુબ મહત્વ છે, ઘણીવાર તે કોઈ બાબતે ના પાડે તો ગુસ્સો પણ આવે છે, પરંતુ આજે પણ વારંવાર તેના ખોળામાં માથું નાખીને ઊંઘવાની ઈચ્છા થાય છે કારણ કે તે એવી જગ્યા છે જ્યાં મગજ ગમે તેટલું ગરમ હોય ઠંડુ થઇ જાય છે… દિલ ગમે તેટલું નારાજ હોય, રાજી થઇ જાય છે… આંખ ગમે તેટલી રડતી હોય હોંઠ હંમેશા હસતા હોય છે… ”

::~ તેજશ પટેલ ~::

પહેલો દુશ્મન પાડોશી.

art-702198239-620x349

ભારતના ૨ સૈનિકોની પાકિસ્તાનના સૈનિકોએ કરેલી હત્યા બાદ બંને દેશો વચ્ચે આરોપ-પ્રત્યારોપનો મારો ચલાવવમાં આવી રહ્યો છે. થોડા જ દિવસો અગાઉ ભારતમાં રમાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટ બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપવા માટે એક મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું હતું. પરંતુ પાકિસ્તાન આર્મ્ય દ્વારા કરાયેલા આ હુમલા બાદ તેમાં અડચણો આવી શકે છે. હકીકતમાં પાકિસ્તાન દ્વારા છેલ્લા ઘણા સમયથી સરહદ ઉપર અડપલા કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને તો જ્યારથી ભારતે સરહદ ઉપર નજર રાખવા માટે ચોકીઓનું નિર્માણ શરુ કર્યું ત્યારથી જ પાકિસ્તાની સેનાએ હુમલાઓ વધારી દીધા છે.

જયારે ભારતીય સૈનિકોની કતલના સમાચાર આવ્યા એટલે પાકિસ્તાને આરોપોને ફગાવી દીધા. અને ઉપરથી આરોપ મુક્યો કે ભારતીય સેનાએ પાકિસ્તાની સૈનિકની હત્યા કરી છે. અમેરિકાએ પણ બંને દેશોને શાંતિ રાખવા સલાહ આપી અને ઉપરથી એમ પણ કહ્યું કે હત્યાનો બદલો હત્યાથી નહિ પન્શાંતિ થી ઉકલે. હકીકતમાં અમેરિકાને પાકિસ્તાનની હાલ જરૂર છે એટલે તે પાકિસ્તાનને બચાવવા પૂરતા પ્રયત્નો કરશે. બાકી અમેરિકાએ યુદ્ધનો બદલો યુદ્ધથી જ લીધો છે, પછી ભલે તે અફગાન હોય કે ઈરાક.

પાકિસ્તાન હમેશા ભારતની પીઠ પાછળ હુમલો કરતો આવ્યું છે. એક બાજુ તે ભારત સાથે શાંતિની વાતો કરશે, તેના રાજકારણીઓ ભારતની મુલાકાતો લેશે. કારણ કે પાકિસ્તાનને વેપાર માટે ભારતની જરૂર છે. ત્યાના લોકોને કલાકારોને ભારતની જરૂર છે. પરંતુ બીજી બાજુ તેનું લશ્કર અને આઈ,એસ.આઈ. ભારત સામે હુમલાનું પ્લાનિંગ કરતા હોય છે. ભૂતકાળમાં આવું અનેક વાર બની ચુક્યું છે. પરંતુ હમેશા ભારતીય નેતાઓ અમેરિકા જેવા દેશો ના દબાણમાં કે શાંતિ માટે નામના મેળવવા માટે પાકિસ્તાન સાથે શાંતિ પ્રક્રિયા ચાલુ રાખે છે. અને પરિણામે તેનો ભોગ દેશના નિર્દોષ નાગરિકો અને સૈનિકો બને છે.

મુંબઈ હુમલા વખતે ભારતે પાકિસ્તાન સાથે શાંતિ પ્રક્રિયા અટકાવી દીધી. મનમોહન સિંહે કડક શબ્દોમાં પાકિસ્તાનને ચેતવણી આપી. ભારતના નાગરિકો એવું માનવા લાગ્યાકે આ વખતે ભારત પાકિસ્તાનમાં ચાલતા આંતકવાદી કેમ્પ બંધ કરવા માટે પગલા લેશે. પરંતુ સમયની સાથે બધું ભુલાતું ગયું. પાકિસ્તાને હુમલાના આરોપીઓને સજા આપવા કોઈ પગલા લીધ નહિ.અને ભારત સરકાર પણ અગમ્ય કારણોસર પાણીમાં બેસી ગઈ. આજસુધી પાકિસ્તાને મુંબઈ હુમલા ના આરોપીઓ ને કોઈ સજા નથી કરી કે નથી ભારતને સોપ્યા. છતાં ભારતે ફરવર પાકિસ્તાન જોડે શાંતિ પ્રકિયાની શરૂઆત કરી. ખરેખર તો તેની કોઈ જરૂર જ નહોતી. ઉલટાનું ભારત સરકારે શાંતિ પ્રક્રિયા શરુ કરી ભારતની છાપ નબળા રાષ્ટ્ર તરીકેની કરી. ભારતની નબળી વિદેશનીતિ વૈશ્વિક ફલક પર પાકિસ્તાનને ફાયદો કરાવે છે. મુંબઈ હુમલા પછી પણ ભારત પાકિસ્તાન ઉપર પુરતું દબાણ ના સર્જી શક્યું. સરહદ વિવાદ મામલે અમેરિકા સહિતના મોટાભાગના દેશો પાકિસ્તાનની જ તરફેણ કરે છે.

ભારતના વડાપ્રધાન દરેક હુમલા પછી કહે છે કે ” મેં ઇસ હમલેકી કડી નિંદા કરતા હું.,”. પણ  શું એક વડાપ્રધાન તરીકે આટલું બોલીને ચુપ બેસી રહેવું પુરતું છે? હુમલાની નિંદા કરવાથી પરિસ્થિતિમાં શું ફર્ક પાડવાનો હતો? દરેક હુમલા પછી શાંતિ પ્રકિયા અટકાવી દેવાય છે અને ફરી પછી અમુક સમય બાદ ફરી શરુ કરાય છે. નવાઈની વાત તો એ છે કે દરેક હુમલાનીં શરૂઆત પાકિસ્તાન કરે છે અને સંધિની શરૂઆત ભારત. પણ આપને ક્યાં સુધી આમ કરીશું?

સાપ એકવાર કરડે તો પણ તેને મારી નાખતા હોઈએ છીએ. જયારે આતો હજારો વાર દંશે છે અને આપને દરેક વખતે તેને જવા દઈએ છીએ. તેને શાંતિથી રહેવા ની વ્યવસ્થા કરીએ છીએ. આટ-આટલા વિશ્વાસઘાત પછી પણ આપને તેમને ક્રિકેટ રમવા બોલાવીએ છીએ. ક્રિકેટ જોવા બોલાવીએ છીએ. ભારતીયો ફિલ્મો, સીરીયલોમાં કામ કરવાની મંજુરી આપીએ છીએ. બંને દેશો વચ્ચે ટ્રેન અને બસ વ્યવહાર ચાલુ રાખીએ છીએ. અરે વેપારની પણ છૂટ આપ્યે છીએ…! શું ખરેખર આપણેં આપણાં પગ પર કુહાડી નથી મારતા? જે દેશના નેતા ભારતે અણું પરીક્ષણ કર્યું ત્યારે એવું કહેતા હોય કે ” અમે ભૂખે રહીશું પણ અણું બોંબ બનાવીશું. ” તે દેશ ઉપર શું આપણેં વિશ્વાસ કરવો જોઈએ?

છેલ્લા સમાચાર મુજબ પાકિસ્તાન વધુ એક આર્મી અધિકારીની હત્યાનો આરોપ ભારતીય સૈનિકો ઉપર મુક્યો છે. અને ભારતીય ટ્રકોને પાકિસ્તાનમાં પ્રવેશતી અટકાવી દીધી છે. શી આ યુદ્ધને આમંત્રણ આપવાની કોશિશ નથી? શા માટે આપણેં દ્સરેક વખતે સમાધાન તરફ જઈને પોતાની જાતને હલકી સાબિત કરીએ છીએ? એકવાર આરપારની લડાઈ કરી પાકિસ્તાન નાબીજા ત્રણ ચાર ટુકડા કરી દેવા જોઈએ જેથી તે અંદરો અંદર લડતા રહે. કારણ કે ઈતિહાસ ગવાહ છે કે એક દેશમાંથી છુટા પડેલા દેશો વચ્ચે ક્યારેય સબંધો સારા નથી રહેતા. પછી ભલે તે ભારત-પાકિસ્તાન હોય, ઉતર કોરિયા અને દક્ષીણ કોરિયા હોય કે પછી ઇજરાયેલ હોય.

PAKISTAN_1_1326743g

::~ તેજશ પટેલ ~::

%d bloggers like this: