ભારતને નબળી પાડતી નીતિઓ

આજકાલ ભારત દેશ ઘણી બધી સમસ્યાઓ સામે જજુમી રહ્યો છે. મોટાભાગના રાજકીય પક્ષો તેમાંથી પોતાનો લાભ સાધવા પ્રયત્નો કરે છે, પરંતુ કોઈ સમસ્યાના ઉકેલ કે પછી તેના મૂળ કારણ સુધી પહોચવાની વાત કરતુ નથી. કેટલીક સમસ્યાઓના કારણ વિષે તો ભારતનો સામાન્ય માનવી પણ જાણે છે. પરંતુ તેનો ઉકેલ થઇ શક્યો નથી.

ભારતની સૌથી મોટી સમસ્યા છે ગરીબી. ગરીબી નિવારવા માટે મોટે ભાગે ગરીબોને સસ્તા ભાવે કે મફત ચીજ વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે. આનાથી ગરીબો ખુશ થઇ જાય છે અને યોજના લાગુ કરનાર સરકારને મત આપે છે. પરંતુ ખરેખર ગરીબીમાં કોઈ ફર્ક પડતો નથી. ગરીબ હમેંશા ગરીબ જ રહે છે. કારણ સાદું જ છે. જ્યાં સુધી મફત મળશે ત્યાં સુધી ખાશે અને વાપરશે પણ પછી??? એટલે આ રીત થી ગરીબી હટાવવા માટે સરકારે દર વરસે જે તે ચીજ વસ્તુઓ પૂરી પડવી પડે છે. વળી વસ્તી વધારાના કારણે ગરીબોની સંખ્યા વધતી જાય છે, એટલે સરકારી ખજાના પર પણ બોજો વધતો જાય છે. બોજો ઘટાડવા સરકાર વેરો વધારે છે પરિણામે મોંઘવારી વધે છે અને છેવટે ગરીબોની સંખ્યા…!આ વિષ ચક્ર ચાલતું જ રહે છે. ખરેખર તો ગરીબી ઘટાડવા સરકારે ચીજ વસ્તુ નહિ પણ રોજગારી પૂરી પડવી જોઈએ. જો રોજગારી મળે તો સરકારે કશું મફત ના આપવું પડે એટલે વેરો પણ ના વધે અને ગરીબોની સંખ્યા પણ ઘટે.

બીજી સમસ્યા છે ભ્રષ્ટાચાર. ભ્રષ્ટાચારના કેસમાં તો પોલીસ જ ચોર છે. મતલબ કે જેની જવાબદારી છે ભ્રષ્ટાચાર રોકવાની તે પોતે જ ભ્રષ્ટાચાર કરે છે. એટલે તે કદી પોતાને સજા કરવાનો નથી. ભ્રષ્ટાચારની તપાસ કટી સંસ્થાઓ (સિબિઆઇ) વગેરે પર આખિરી અંકુશ ભ્રષ્ટાચાર કરનાર નો જ હોય છે. એટલે જ અહી આરોપી ખુદ સાક્ષી બની જાય છે. જો ભ્રષ્ટાચાર ની તપાસ કરનારી સંસ્થાને સ્વાયતતા મળે તો મોટાભાગના નેતાઓ જેલમાં જાય. અને એટલે જ તેઓ આવી સંસ્થાઓને સ્વાયત નથી થવા દેતા.

ત્રીજી સમસ્યા છે સલામતીની. વિશ્વના બીજા નંબરની સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ માટે આંતરિક અને બાહ્ય સલામતી વિકટ સમસ્યા બનતી જાય છે. ભારતના રાજ્યો કરતા પણ નાના અને ક્યારેક ભારતમાંથી જ છુટા પડેલા તેના પડોસી દેશો ભારતની વાત માનવા તૈયાર નથી…! ભારતમાંથી જ પેદા થયેલો પાકિસ્તાન વારંવાર ભારત સામે હાર્યા પછી પણ સુધરવાનું નામ લેતો નથી. ભારતના મોસ્ટ વોન્ટેડ આરોપીઓને પાકિસ્તાને સંઘર્યા છે. રોજે રોંજ ઘુસણખોરીના પ્રયત્નો થાય છે. દેશમાં થયેલા કેટલાય આંતકવાદી હુમલા પાછળ સીધી કે આડકતરી રીતે પાકિસ્તાનનો હાથ છે. છતાં પણ તેને જવાબ આપવાને બદલે આપની સરકાર શું કરે છે? ત્યાના કલાકારો ભારતમાં આવીને કામ કરે છે. ટ્રેન અને બસ સેવા શરુ કરે છે. વેપાર વધારવાના પ્રયત્નો કરે છે. ક્રિકેટ મેચ રમાડવામાં આવે છે. શા માટે?  કારણ કે ક દિવસ તે દેશ મજબુત બનીને આપણને હરાવી દે? શું આપને પૃત્વિરાજ ચૌહાણ અને મહમદ ઘોરી ના ઇતિહાસનું પુનરાવર્તન તો નથી કરી રહ્યાને?                           બીજો એક દેશ છે બાંગ્લાદેશ. જેની સ્વતંત્રતા માટે આપણે લડ્યા. ભારતમાંથી ચાલની સિક્કા અને પ્રતિબંધિત પ્રતિબંધિત ડ્રગ્સની દાણચોરી સહુથી વધુ આ દેશ જોડે થાય છે. સૌથી વધુ ઘુસણખોરી આ દેશમાંથી થાય છે. બદલામાં ભારત શું કરે છે? ઘુસી આવતા બાંગ્લાદેશી લોકોને રાશન કાર્ડ આપવામાં આવે છે. મકાન આપવામાં આવે છે જેથી ચૂંટણીમાં એ લોકો મત આપે. ભારતમાં આંતકવાદીઓને લોકલ સપોર્ટ આવા ઘુસણખોરો જ સૌથી વધુ આપે છે. આસામ જેવા રાજ્યોમાં તો આ લોકો ત્યાના મૂળ રહેવાસીઓ પર હુમલા પણ કરે છે.        અન્ય દેશ છે ચીન. આ દેશ પર વિશ્વના મોટાભાગના દેશ વિશ્વાસ નથી કરતા. પરંતુ ભારતના નેતાઓને પોતાની જાત કરતા કદાચ ચીન પર વિશ્વાસ વધુ છે. ભારત પર એકવાર ચડી કરી ચૂકેલું ચીન અત્યાર સુધીમાં ભારતની કેટલીય જમીન પચાવી પડી ચુક્યું છે. હાલ પણ તેની ઘુસણખોરી ચાલુ જ છે. ભારત તેનો લશ્કરી રીતે સીધો મુકાબલો કરી શકે તેમ નથી પરંતુ ચીન ને જરૂર છે ભારતના વિશાળ બજારની. એટલે જ તે ખુસંખોરી કાર્ય બાદ પણ વ્યાપારી સંબધો સારા રાખવા માંગે છે. ભારત ચીનના હલકી ઘુનવત્તા વાળા માલ-સમાન પર પ્રતિબંધ મૂકી તેને જવાબ આપી શકે છે પરંતુ ભારતની કોઈ પણ સરકારને દેશની સલામતી કરતા વ્યાપારમાં વધારે રસ હોય છે.               નકસલવાદ તો ભારતની ભૂમિ પરથી જ ભારતમાં ફેલાવતો ત્રાસવાદ છે. શ્રીલંકા જેવો નાનો દેશ પોતાની ધરતી પરથી વિશ્વના સૌથી મજબુત આતંકી સંગઠનને હટાવી શકે છે. પરંતુ ભારત નકસલવાદ ને નાથી શકતો નથી. દેશના નાગરિકો કરતા, ભારત સરકારને  નક્સલવાદી હુમલામાં માર્યા જતા પોલીસ અને ભારતીય જવાનો કરતા પણ વધુ નક્સલવાદીઓની ચિંતા છે…??? શું આપણે એટલા બધા કમજોર છીએ કે આપણી જ ધરતી પર નકસલવાદીઓને મળતી મદદ આપણે અટકાવી શકતા નથી…???

ચોથી સમસ્યા તુટતી આર્થિક સ્થિતિની છે. ભારતનું અર્થતંત્ર ખાડે જઈ રહ્યું છે. દેશના અર્થશાસ્ત્રી વડાપ્રધાન તેને રોકી શકતા નથી. દેશની આર્થિક સ્થિતિ મજબુત કરવા કેટલાક “આર્થિક સુધારા” કરવામાં આવ્યા. પરંતુ શું એ ખરેખર સાચી દિશા છે?  સૌ પ્રથમ તો સરકારે વિવિધ કંપનીઓમાંથી પોતાનો હિસ્સો વેચવા કાઢ્યો. વેચાણથી તાત્કાલિક આવક થઇ. પરંતુ તેમાંથી થતો નફો હવે મળશે નહિ. તેના બદલે જો કંપનીઓનો વહીવટ સુધારવામાં આવે તો તે નફાકારક થઇ શકત.   પછી સરકારે વિવિધ ક્ષેત્રોમાં વિદેશી મૂડી રોકાણને મંજુરી આપી. તેનાથી કદાચ દેશમાં નવી નવી વિદેશી કંપનીઓ આવે. દેશમાં રોજગારી વધે અને પરિણામે ગરીબી ઘટે. પરંતુ એકવાર પ્લાન્ટ શરુ થયા પછી થતો નફો કંપનીઓ પોતાના દેશમાં લઇ જશે. અને પરિણામે દેશનું નાણું વિદેશમાં જશે. એના કરતા જો સરકાર સ્થાનિક કંપનીઓ અને લોકોને મદદ કરેતો દેશની ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય. લોકોની રોજગારી વધે. અને દેશનું નાણું દેશમાં રહે. જો નિકાસ થાયતો સરકારી આવકમાં પણ વધારો થાય.

આ બધી પોલીસીમાં કોઈ પણ સરકાર કોઈપણ પ્રકારનો ફેરફાર કરશે નહિ કારણ કે સહુને દેશની નહિ વોટ બેંક ની પડી છે. સત્તા અને રૂપિયા માટે અહી લોકો કોઈ પણ હદ સુધી જી શકે તેમ છે.

” આર્થિક પર્વતની ટોચ પર પહોચવા માટે અહીં લોકો ચારિત્ર્ય અને સંસ્કારોની ખીણમાં પડવા પણ તૈયાર છે.”

~:: તેજશ પટેલ ::~

2 Comments

 1. ભારતની પ્રજા બણગા ફુકવામાં માને છે.

  પુર્વજોએ ગમે એટલી ભુલો કરી હોય એમાંથી શીખવાને બદલે એની એજ ભુલો વારસદારો કરે છે.

  પત્થર કે મુર્તીપુજામાં રચ્યા પચ્યા રહેવાને કારણે ભૃષ્ટાચાર રોજ વધ્યા કરે છે.

  Like

  • Tejash says:

   પથ્થર કે મુર્તીપુજા કરતા પણ વધુ વ્યક્તિપૂજા જવાબદાર છે…

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: