પહેલો દુશ્મન પાડોશી.

art-702198239-620x349

ભારતના ૨ સૈનિકોની પાકિસ્તાનના સૈનિકોએ કરેલી હત્યા બાદ બંને દેશો વચ્ચે આરોપ-પ્રત્યારોપનો મારો ચલાવવમાં આવી રહ્યો છે. થોડા જ દિવસો અગાઉ ભારતમાં રમાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટ બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપવા માટે એક મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું હતું. પરંતુ પાકિસ્તાન આર્મ્ય દ્વારા કરાયેલા આ હુમલા બાદ તેમાં અડચણો આવી શકે છે. હકીકતમાં પાકિસ્તાન દ્વારા છેલ્લા ઘણા સમયથી સરહદ ઉપર અડપલા કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને તો જ્યારથી ભારતે સરહદ ઉપર નજર રાખવા માટે ચોકીઓનું નિર્માણ શરુ કર્યું ત્યારથી જ પાકિસ્તાની સેનાએ હુમલાઓ વધારી દીધા છે.

જયારે ભારતીય સૈનિકોની કતલના સમાચાર આવ્યા એટલે પાકિસ્તાને આરોપોને ફગાવી દીધા. અને ઉપરથી આરોપ મુક્યો કે ભારતીય સેનાએ પાકિસ્તાની સૈનિકની હત્યા કરી છે. અમેરિકાએ પણ બંને દેશોને શાંતિ રાખવા સલાહ આપી અને ઉપરથી એમ પણ કહ્યું કે હત્યાનો બદલો હત્યાથી નહિ પન્શાંતિ થી ઉકલે. હકીકતમાં અમેરિકાને પાકિસ્તાનની હાલ જરૂર છે એટલે તે પાકિસ્તાનને બચાવવા પૂરતા પ્રયત્નો કરશે. બાકી અમેરિકાએ યુદ્ધનો બદલો યુદ્ધથી જ લીધો છે, પછી ભલે તે અફગાન હોય કે ઈરાક.

પાકિસ્તાન હમેશા ભારતની પીઠ પાછળ હુમલો કરતો આવ્યું છે. એક બાજુ તે ભારત સાથે શાંતિની વાતો કરશે, તેના રાજકારણીઓ ભારતની મુલાકાતો લેશે. કારણ કે પાકિસ્તાનને વેપાર માટે ભારતની જરૂર છે. ત્યાના લોકોને કલાકારોને ભારતની જરૂર છે. પરંતુ બીજી બાજુ તેનું લશ્કર અને આઈ,એસ.આઈ. ભારત સામે હુમલાનું પ્લાનિંગ કરતા હોય છે. ભૂતકાળમાં આવું અનેક વાર બની ચુક્યું છે. પરંતુ હમેશા ભારતીય નેતાઓ અમેરિકા જેવા દેશો ના દબાણમાં કે શાંતિ માટે નામના મેળવવા માટે પાકિસ્તાન સાથે શાંતિ પ્રક્રિયા ચાલુ રાખે છે. અને પરિણામે તેનો ભોગ દેશના નિર્દોષ નાગરિકો અને સૈનિકો બને છે.

મુંબઈ હુમલા વખતે ભારતે પાકિસ્તાન સાથે શાંતિ પ્રક્રિયા અટકાવી દીધી. મનમોહન સિંહે કડક શબ્દોમાં પાકિસ્તાનને ચેતવણી આપી. ભારતના નાગરિકો એવું માનવા લાગ્યાકે આ વખતે ભારત પાકિસ્તાનમાં ચાલતા આંતકવાદી કેમ્પ બંધ કરવા માટે પગલા લેશે. પરંતુ સમયની સાથે બધું ભુલાતું ગયું. પાકિસ્તાને હુમલાના આરોપીઓને સજા આપવા કોઈ પગલા લીધ નહિ.અને ભારત સરકાર પણ અગમ્ય કારણોસર પાણીમાં બેસી ગઈ. આજસુધી પાકિસ્તાને મુંબઈ હુમલા ના આરોપીઓ ને કોઈ સજા નથી કરી કે નથી ભારતને સોપ્યા. છતાં ભારતે ફરવર પાકિસ્તાન જોડે શાંતિ પ્રકિયાની શરૂઆત કરી. ખરેખર તો તેની કોઈ જરૂર જ નહોતી. ઉલટાનું ભારત સરકારે શાંતિ પ્રક્રિયા શરુ કરી ભારતની છાપ નબળા રાષ્ટ્ર તરીકેની કરી. ભારતની નબળી વિદેશનીતિ વૈશ્વિક ફલક પર પાકિસ્તાનને ફાયદો કરાવે છે. મુંબઈ હુમલા પછી પણ ભારત પાકિસ્તાન ઉપર પુરતું દબાણ ના સર્જી શક્યું. સરહદ વિવાદ મામલે અમેરિકા સહિતના મોટાભાગના દેશો પાકિસ્તાનની જ તરફેણ કરે છે.

ભારતના વડાપ્રધાન દરેક હુમલા પછી કહે છે કે ” મેં ઇસ હમલેકી કડી નિંદા કરતા હું.,”. પણ  શું એક વડાપ્રધાન તરીકે આટલું બોલીને ચુપ બેસી રહેવું પુરતું છે? હુમલાની નિંદા કરવાથી પરિસ્થિતિમાં શું ફર્ક પાડવાનો હતો? દરેક હુમલા પછી શાંતિ પ્રકિયા અટકાવી દેવાય છે અને ફરી પછી અમુક સમય બાદ ફરી શરુ કરાય છે. નવાઈની વાત તો એ છે કે દરેક હુમલાનીં શરૂઆત પાકિસ્તાન કરે છે અને સંધિની શરૂઆત ભારત. પણ આપને ક્યાં સુધી આમ કરીશું?

સાપ એકવાર કરડે તો પણ તેને મારી નાખતા હોઈએ છીએ. જયારે આતો હજારો વાર દંશે છે અને આપને દરેક વખતે તેને જવા દઈએ છીએ. તેને શાંતિથી રહેવા ની વ્યવસ્થા કરીએ છીએ. આટ-આટલા વિશ્વાસઘાત પછી પણ આપને તેમને ક્રિકેટ રમવા બોલાવીએ છીએ. ક્રિકેટ જોવા બોલાવીએ છીએ. ભારતીયો ફિલ્મો, સીરીયલોમાં કામ કરવાની મંજુરી આપીએ છીએ. બંને દેશો વચ્ચે ટ્રેન અને બસ વ્યવહાર ચાલુ રાખીએ છીએ. અરે વેપારની પણ છૂટ આપ્યે છીએ…! શું ખરેખર આપણેં આપણાં પગ પર કુહાડી નથી મારતા? જે દેશના નેતા ભારતે અણું પરીક્ષણ કર્યું ત્યારે એવું કહેતા હોય કે ” અમે ભૂખે રહીશું પણ અણું બોંબ બનાવીશું. ” તે દેશ ઉપર શું આપણેં વિશ્વાસ કરવો જોઈએ?

છેલ્લા સમાચાર મુજબ પાકિસ્તાન વધુ એક આર્મી અધિકારીની હત્યાનો આરોપ ભારતીય સૈનિકો ઉપર મુક્યો છે. અને ભારતીય ટ્રકોને પાકિસ્તાનમાં પ્રવેશતી અટકાવી દીધી છે. શી આ યુદ્ધને આમંત્રણ આપવાની કોશિશ નથી? શા માટે આપણેં દ્સરેક વખતે સમાધાન તરફ જઈને પોતાની જાતને હલકી સાબિત કરીએ છીએ? એકવાર આરપારની લડાઈ કરી પાકિસ્તાન નાબીજા ત્રણ ચાર ટુકડા કરી દેવા જોઈએ જેથી તે અંદરો અંદર લડતા રહે. કારણ કે ઈતિહાસ ગવાહ છે કે એક દેશમાંથી છુટા પડેલા દેશો વચ્ચે ક્યારેય સબંધો સારા નથી રહેતા. પછી ભલે તે ભારત-પાકિસ્તાન હોય, ઉતર કોરિયા અને દક્ષીણ કોરિયા હોય કે પછી ઇજરાયેલ હોય.

PAKISTAN_1_1326743g

::~ તેજશ પટેલ ~::

2 Comments

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: