ગુજરાતની જીત

ગુજરાતની વિધાનસભા ચૂંટણીનું આખરે પરિણામ આવી ગયું. નરેન્દ્ર મોદી ફરી એકવાર સત્તામાં આવ્યા. આમ તો બે મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસની બેઠકોની સંખ્યામાં ખાસ ફેરફાર થયો નથી. પરંતુ કેટલાક આશ્ચર્યજનક પરિણામો એ સૌને આશ્ચર્યમાં મૂકી દીધા.

 ગુજરાત કોંગ્રેસના ત્રણ મુખ્ય નેતાઓ અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ અને સિદ્ધાર્થ પટેલ હાર્યા. ભાજપમાંથી જયનારાયણ વ્યાસ જેવા કેબીનેટ મંત્રી તો આર.સી. ફળદુ જેવા પક્ષ પ્રમુખ પણ હાર્યા. જેની મોટા પાયે વાતો થતી હતી તે “ગુજરાત પરિવર્તન પાર્ટી” કંઈ ના કરી શકી અને માત્ર ૨ જ બેઠકો મેળવી શકી. માયાવતીના બસપા નો એક પણ સભ્ય ચૂંટાયો નથી. આ બધી ઘટનાઓ દર્શાવે છે કે ગુજરાતની જનતા એ આ વખતે ઉમેદવારના પક્ષ, હોદ્દા કે પ્રસિદ્ધિ કરતા પણ વધુ ઉમેદવારની છબીને અને તેના કામને વધુ મહત્વ આપ્યું છે. જે મતદારોની જાગરૂકતા દર્શાવે છે. જો કે કેટલીક જગ્યાએ લોકોએ ઉમેદવારની છબી કરતા પક્ષને વધુ મહત્વ આપ્યું છે. ભાજપને મત આપનારા ઘણા મતદારોએ ઉમેદવારને જપ્યા વગર માત્ર મોદીના નામ પર મત આપ્યા છે તો કોંગ્રેસના પરંપરાગત મતદારોએ ઉમેદવાર કરતા પક્ષને વધુ મહત્વ આપ્યું હતું. મહુવામાં નીરમાં ની સિમેન્ટ ફેકટરીનો વિરોધ કરતા ખેડૂતોની સાથે રહી ભાજપ જોડે છેડો ફાડનારા કનું કલસરિયા જોડે મતદારો એ છેડો ફાડી નાખતા તેમને માત્ર ૧૧૦૦૦ મત મળ્યા હતા.

આ જ ચૂંટણીમાં મોદીની સામે જંગે ચડેલી બે મહિલાઓ શ્વેતા ભટ્ટ (સંજીવ ભટ્ટ ની પત્ની) અને જાગૃતિ પંડ્યા(સ્વ. હરેન પંડ્યાની વિધવા) ની પણ જંગી મતો થી હાર થઇ છે.

આ જ ચૂટણીમાં અમિત શાહ ૬૩૦૦૦ કરતા પણ વધુ મતથી ચૂંટાઈ આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમિત શાહ સામે સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસમાં આરોપી છે અને તેમની સામે તપાસ ચાલી રહી છે. અગાઉ ૨૦૦૭માં પણ સોહરાબુદ્દીનનો મામલો ઉછળ્યો હતો અને તેનો ફાયદો ભાજપને મળ્યો હતો. આ બંને ઘટનાઓ એ વાત સાબિત કરે છે કે સોહરાબુદ્દીન એન્કાઉન્ટર મામલે ગુજરાતની જનતા મોદીની સાથે છે.

આ ચૂંટણીના પરિણામો બંને પક્ષની આંતરિક નેતાગીરીમાં બહુ મોટો ફેરફાર આણશે.કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાએ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. જયારે શક્તિસિંહ અને સિદ્ધાર્થ પટેલ ખુદ હારી ગયા છે. હવે માત્ર એક વ્યક્તિ બચે છે શંકરસિંહ વાઘેલા. હવે કદાચ તેમની ફરી વાપસી થઇ શકે છે અથવા તો તેઓ પોતાનો પુત્ર ને આગળ લાવે. જો શંકરસિંહ વાઘેલા વિરોધ પક્ષના નેતા બનેતો વિધાન સભામાં એકસમયના મિત્રો અને સાથે કામ કરનારા એકબીજાની વિરોધમાં ઉભા હશે.  બીજી બાજુ ભાજપની જીતથી પક્ષમાં તેમનું કદ વધશે અને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકેનો તેમનો દાવો મજબુત થશે. અને જો તેઓ ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર બને તો તેમની સીધી ટક્કર ૨૦૧૪ માં રાહુલ ગાંધી સાથે થશે.

વધુમાં આ ચૂંટણીમાં ગુજરાતની જનતાએ એ વાત ની સાબિતી આપી છે કે તેઓ હવે ૨૦૦૨ ની વાત ભૂલી જવા માંગે છે. અને જે લોકો આ વાતની આડમાં ગુજરાતને બદનામ કરવાની કોશિશ કરશે તેમની હાલત કોંગેસ જેવી થશે.

ગુજરાત હવે ૨૦૦૨ થી ઘણું આગળ નીકળી ગયું છે. તે હવે વિકાસ ઈચ્છે છે. ગુજરાતની જનતાને સલામતી આપનાર સરકારને તેઓ પસંદ કરે છે. ગુજરાતના લોકો  ગુજરાતની હાલત યુપી ના ગુંડારાજ જેવી કે બળાત્કારીઓની રાજધાની દિલ્લી જેવી નથી થવા દેવા માંગતા અને કદાચ એટલે જ તેઓ મોદી સરકારને પસંદકરે છે. તેઓ ભ્ર્શ્તાચારમાં ડૂબેલી અને મોંઘવારીની જનક કોંગ્રેસ પર કઈ રીતે ભરોસો મુકે?

:: તેજશ પટેલ ::

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: