જયારે ભૂખે મરશે દુનિયા..!

કલ્પના કરો કે તમે કરીયાણાવાળાને એક કિલો ચોખાના બદલામાં ૧૦૦૦ રૂપીયા આપવા તૈયાર થાવ અને તો પણ તે તમને તે આપવાની ના પડે તો? બની શકે છે તમારી પાસે વૈભવી બંગલો હોય, વૈભવી કાર હોય અને છતાં તમારે અન્નની ભીખ માંગવી  પડે. જી હા, આ એક વાસ્તવિકતા છે નજીકના ભવિષ્યની. આપણા કર્મોને કારણે આપની ભવિષ્યની પેઢીએ ભૂખે મરવું પડશે, અને કદાચ આપણે પોતે પણ ભૂખે મરવું પડે.

પુરા વિશ્વમાં આજે મંદીની અસર વર્તાય છે. મોંઘવારી એ માજા મૂકી છે. અને અન્નની તીવ્ર અછત વર્તાય છે. વિશ્વમાં આજે પણ કરોડો લોકો ભૂખ્યા પેટે સુવે છે. તેમને બે ટંકનું ખાવાનું પણ નસીબ નથી થતું. બીજી બાજુ ભારત જેવા દેશોમાં સરકારની નીતિઓ અને બેદરકારીઓને કારણે લાખો ટન અનાજ ગોદામોમાં સડી રહ્યું છે. વધતી જતી વસ્તીએ અન્નની તંગી માટેનું મુખ્ય પરિબળ છે. વસ્તી વધારાની સાથે અન્નનું ઉત્પાદન વધવું જોઈએ, જે થતું નથી. વધુ અન્ન ઉત્પાદન માટે ખેતી લાયક જમીન વધવી જોઈએ પરંતુ તે દિન પ્રતિદિન ઘટી રહી છે. ખેતી લાયક જમીન પર આવાસો બનવા માંડ્યા છે.

ભારત સરકાર બીજી હરિયાળી ક્રાંતિ કરવાની વાતો કરે છે પરંતુ ખાલી બોલવાથી કઈ થતું નથી. જે સરકાર ખેડૂતોની જમીન સસ્તા ભાવે ઉદ્યોગોને આપી દે છે તે હરિયાળી ક્રાંતિ કેવી રીતે કરી શકે? ઓછી જમીનમાં વધુ પાકના ઉત્પાદન માટે હાઇબ્રીડ બિયારણ અને રાસાયણિક ખાતરો પુષ્કળ પ્રમાણમાં વપરાય છે. ભારતમાં કાળા બજારિયાઓ સરકારની રહેમનજર હેઠળ ખાતરોની કૃત્રિમ અછત ઉભી કરે છે, પરિણામે ખેડૂતોને સમયસર ખાતર મળી શકતું નથી અને પરિણામે પાકને નુકસાન થાય છે. સરકાર આ કાળાબજાર ને રોકવા કોઈ પગલા લેતી નથી અને બીજી હરિયાળી ક્રાંતિ ની વાતો કરે છે. ગુજરાતમાં ખાતર બનાવતી ત્રણ મોટી કંપની GNFC, GSFC  અને IFFCO આવેલી હોવા છતાં ગુજરાતના જ ખેડૂતોને આ કંપનીઓનું ખાતર મળતું નથી.

વળી કૃત્રિમ ખાતર અને રાસાયણિક દવાઓના ઉપયોગને કારણે રોગનું પ્રમાણ વધતું જાય છે અને મોત વહેલું આવે છે.  જિંદગી જીવવા માટે આપણે અન્ન ખાઈએ અને તે અન્ન જ આપણને મોત ભણી ધકેલશે. અમેરિકાની મોન્સેન્ટો જેવી કંપની કે જે ખેડૂતોને લુંટવાનું કામ કરે છે, તેને ભારત સરકાર સામેથી આપે છે. આ કંપનીના ઝેરી નુકસાનકારક ઉત્પાદનોના કારણે વિશ્વના ઘણા દેશોએ તેના પર પ્રતિબંધ મુક્યો છે ત્યારે ભારત સરકારનો તેને આવકારવાનો ઉદ્દેશ શો હોઈ શકે તે કહેવાની કોઈ જરૂર ખરી?

કૃષિ ઉત્પાદન વધારવા માટે ખેડૂતોને પ્રોત્સાહન આપવું જોઈએ તેના બદલે ખેડૂત વિરોધી નીતિઓને કારણે ઘણા ખેડૂતો ખેતીનો વ્યવસાય કરી નોકરી ધંધે વળગી રહ્યા છે.

જયારે વાવેતરનો સમય આવે ત્યારે અનાજનો ભાવ ખુબ વધારી દેવામાં આવે છે જેથી ખેડૂતોને ખુબ મોંઘા ભાવે બિયારણ ખરીદવા પડે છે. કાળા બજારમાં ખુબ ઉંચી કિંમત ચૂકવી રસાયણિક ખાતર મેળવે છે અને જયારે અનાજનું ઉત્પાદન થાય ત્યારે ભાવ નીચા કરી દેવામાં આવે છે એટલે ખેડૂતના ભાગે કઈ ના આવે. આ બધી નીતિઓ ઘડવા માટે જવાબદાર શરદ પવાર છે પરંતુ સરકાર તેમને હટાવવાની હિંમત નથી કરતી અને શરદ પવાર વેપારીઓ સાથે મળી ખેડૂતોને લુંટે રાખે છે. આયાત અને નિકાસના નિર્ણયો પણ વેપારીઓને લાભ થાય તે રીતે લેવામાં આવે છે. જે સારી વસ્તુની સસ્તા ભાવે નિકાસ કરાય છે તે જ વસ્તુની ઉંચા ભાવે આયાત કરાય છે.અને એ પણ એકદમ છેલ્લી કક્ષાની ગુણવત્તા વળી વસ્તુ આયાત કરાય છે અને તેમાં કરોડોની કટકી કરાય છે.

હમણાં ગુજરાત સરકારે જાહેરાત કરી કે ખેતમજુરોને દિવસના ૧૨૦ રૂપીયા લેખે રોજગારી મળવી જોઈએ. જે પહેલા ૧૦૦ રૂપીયા હતી, પરંતુ સરકારે એ ના વિચાર્યું કે ખેડૂતો વધારાના ૨૦ રૂપીયા ક્યાંથી લાવશે? જયારે સરકારી નોકરીની વાત આવે ત્યારે તો અખા દેશમાં ક્યાય નથી તેવી ૫ વર્ષ સુધી ફિક્સ પગારની નીતિ સરકાર અપનાવે છે તો બીજાને કઈ રીતે વધુ મહેનતાણા માટે કહી શકે.

ગુજરાતમાં વળી સરકારે શહરોમાં રહેલા ભુંડ વગેરેને ગામડામાં છોડી મુક્યા છે જે પાકને મોટા પાયે નુકસાન કરે છે. વળી ભૂંડનો ઉપદ્રવ ઘટાડવા સરકારે કોઈ પગલા લીધા નથી અને ગામડામાં તેમનો નાશ કરી શકે તેવું કોઈ અન્ય પ્રાણી પણ હોતું નથી એટલે તેમની દિન પ્રતિદિન વધતી જાય છે. પરિણામે ખેડૂતોએ અનાજની ખેતીના બદલે ઘાસચારાનું ઉત્પાદન શરુ કર્યું છે. તો પછી અન્નનું ઉત્પાદન કઈ રીતે વધશે?

જ્યાં સુધી ઉદ્યોગોના બદલે ખેતીને વધુ પ્રાથમિકતા આપી તેના માટે પ્રોત્સાહક પગલા નહી લેવાય ત્યાં સુધી બીજી હરિયાળી ક્રાંતિ સંભવી શકે જ નહી. અને એક સમય એવો આવશે કે રૂપીયા આપવા છતાં અન્ન નહી મળે. ખેતીની જમીન નહી ધરાવતા લોકોએ ભૂખે મરવું પડશે.

:-:    લેખક – તેજશ પટેલ.   :-:

4 Comments

 1. krish says:

  વાહ તેજસભાઇ,સરસ લેખ છે.હું સમજુ છું ત્યાં સુધી ભ્રષ્ટાચાર દૂર કરવો જ હોય તો દરેક દેશભક્ત ભારતિયે પોતાના ઇશ્વરને પૂરી પ્રામાણિકતાથી પ્રાર્થના કરવી અને ભ્રષ્ટાચારનો વિરોધ કરવો.

  Like

 2. rajeshpadaya says:

  વાહ તેજસભાઈ સરસ લેખ છે, મારુ એક નમ્ર સુચન છે કે આપણે કોઈપણ સરકારોને ગાળો દેવા કરવા કરતા પ્રજાને ઈમાનદાર બનાવવાનો પ્રયાસ કરીએ તો જ આ દેશ ભ્રષ્ટાચાર મુક્ત થસે કેમ કે લોકો ની ગળથુથી જ ભ્રષ્ટ છે, પ્રજા ભ્રષ્ટ છે એટલે નેતાઓ તો ભ્રષ્ટાચાર કરવાના જ ને, પ્રજાને ભ્રષ્ટ રસ્તેથી કામો ક્ઢાવવાનો શોખ હોય તો કર્મચારીઓ ભ્રષ્ટાચાર આદરવાનાને…..!!

  બીજુ એ કે, આપણે દસ-પચાસ માળનુ બિલ્ડીંગ બનાવીએ છીએ પણ ખેતરની ઉપરનુ આકાશ ખુલ્લુ જ રહી જાય છે એના બદલે દસ માળનુ ખેતર બનાવવાના પ્રયોગો કરીએ તો કેવુ રહેશે….??? દરેકે માળા ઉપર અલગ જ પાક લેવાનો અને એની દિવાલો પણ કાચની જેથી સુર્ય પ્રકાશ પણ મલી રહે અને બાકી રહેતો સુર્ય પ્રકાશ દર્પણ લગાવીને મેળવી શકાય કે નહિ…???

  Like

  • Tejash says:

   તમારી વાત સાચી છે પહેલા પ્રજાએ ભ્રષ્ટાચાર બંધ કરવાની જરૂર છે, અને જો કોઈ લાંચ વગર કામ કરવાની ના પાડે તો તેને ખુલ્લો પાડવાની…
   ખેતી વિષેનો તમારો વિચાર ખુબ સરસ છે, પરંતુ તમારી જાણ ખાતર કહી દઉં કે આ ઉપાય ઉપર હાલ સંશોધન ચાલે છે અને તેમાં અમુક જગ્યાએ થયેલા પ્રયોગમાં સફળતા પણ મળી છે, ભારતમાં તે નથી થઇ રહ્યું અને ભારત સરકારે તેવી પદ્ધતિ વિકસાવવાની કોઈ જાહેરાત મારી જાણ મુજબ કરેલ નથી.

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s