ભારતનો ભ્રષ્ટાચાર..!

 

આપણને એવું ભણાવવામાં આવ્યું છે કે ૧૫૦ વર્ષની અંગ્રેજોની ગુલામીમાંથી આપણને ૧૫,ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે આઝાદી મળી. અને ભારત નામનો નવો દેશ અસ્તિત્વમાં આવ્યો. આ આઝાદી અપાવવામાં કેટલાય લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા, શહીદ થયા. ગાંધીજીની આગેવાની હેઠળ આખા હિન્દુસ્તાનના લોકોએ આઝાદીની લડતમાં ભાગ લીધો. પરંતુ પછી શું થયું?

જે ગાંધીજીની અહિંસક લડતે ભારતને આઝાદી અપાવી, ગાંધીજીની જે અહિંસક લડતે તેમને આફિકામાં ખ્યાતનામ કર્યા,જે અહિંસાએ ગાંધીને રાષ્ટ્રપિતા બનાવ્યા એ જ ગાંધીના દેશમાં અહિંસક ચળવળના બદલે હિંસા ફાટી નીકળી. અને એ વેરઝેરના જે બીજ રોપાયા તેના પરિણામો આ દેશ આજે પણ ભોગવે છે.

૨૬,જાન્યુઆરી,૧૯૫૦ ના રોજ ભારત પ્રજાસત્તાક  થયું પરંતુ વાસ્તવમાં ભારતની પ્રજા ગુલામ થવાની એ પ્રથમ શરૂઆત હતી. ભારતના પ્રથમ વડાપ્રધાન નેહરુ બન્યા અને તેમના વંશજોને જનતાએ ભારતના સર્વોચ્ચ સ્થાને સ્વીકારી લીધા. આજે પણ ભારતના ઘણા લોકો નેહરુ પરિવારના પૂજક છે, જો નેહરુ પરિવારની વિદેશી વહુ વડાપ્રધાન બનવાની ના પડે તો એ લોકો રીતસરના રડે છે, ઘણા લોકોતો તેમને પગે લાગીને વડાપ્રધાન બનવા વિનંતી કરતાં હતા. જે વિદેશીઓના હાથમાંથી ભારતને આઝાદ કરાવવા સેંકડો લોકો શહીદ થયા,કરોડો લોકો એ જુલ્મો વેઠ્યા એ જ ભારતની સત્તા ફરી એકવાર વિદેશીને સોંપવી કેટલી યોગ્ય છે? ઘણા લોકો દલીલ કરે છે કે સોનિયા ગાંધી આ દેશની વહુ છે અને નાગરિક છે, પરંતુ જયારે અંગ્રેજો આવેલા ત્યારે તેઓ પણ વેપારી હતા અને રાજાઓની મંજૂરી લઈને આવેલા એટલે એ રાજ્યના નાગરિક જ થયા ગણાય. અને છતાં તેમણે આપણને ગુલામ બનાવેલા.

આઝાદી પછી ધીરે ધીરે ભારતમાં ભ્રષ્ટાચાર વધવા માંડ્યો, પ્રજાના ચુંટાયેલા પ્રતિનિધિઓ પોતાને જનતા સેવકને બદલે જનતાના માલિક સમજવા માંડ્યા. તેમણે શક૮ય્ તેટલા લાભો પોતાને મળે તેવી વ્યવસ્થા કરવા માંડી અને પોતાનો પગાર પણ વધારવા માંડ્યા. સરકારી કામોમાંથી પ્રધાનો કટકી કરવા માંડ્યા. અને વધુ કટકી કરવા માટે ઉદ્યોગપતિઓ સાથે મળીને ભ્રષ્ટાચાર શરુ કર્યો. ઉદ્યોગપતિઓએ પણ પોતાનો નફો વધારવા ભેળસેળ અને છેતરપિંડીનિ નીતિ અપનાવી પરિણામે ગરીબ વધી ગરીબ અને ધનિકો વધુ ધનવાન થવા માંડ્યા.

વળી પાછુ સરકારે ઉદારીકરણના નામે ઉદ્યોગોને લાભ આપવાનું શરુ કર્યું અને બદલામાં ચુંટણીફંડના નામે તેમની પાસેથી રૂપીયા પડાવવાનું શરુ કર્યું. સરકાર જનતા પર કરવેરો વધારતી ચાલી અને ધનવાનો ટેક્સ ચોરી કરવા માંડ્યા.

પછી આવ્યો અધિકારીઓનો વારો, નેતાઓ વગેરે પાસે લાયકાત ન હોવા છતાં તેમનું વૈભવી જીવન જોઈ અદિકારીઓને પણ લાલસા જાગી અને તેમણે પણ અપનાવ્યો ટૂંકો રસ્તો, ભ્રષ્ટાચારનો. વળી ભ્રષ્ટાચારની કમાણી પર કદી ટેક્સ લાગતો નથી. જેટલું લુંટો તેટલું તમારૂ. તેમની ઉપર કોઈ કાર્યવાહી પણ નથી થતી કારણ કે આ ભ્રષ્ટાચારમાં નીચેથી ઉપર સુધી બધા મળેલા હોય છે અને બધાને તેમનો હિસ્સો પણ મળી રહેતો હોય છે. આમ આદમી પણ શરૂઆતમાં પોતાના કામ નિયત સમયમર્યાદા પહેલા કરવા કે પછી ગેરકાનૂની કામ કરાવવા લાંચ આપતો, પરતું ધીરે ધીરે એવો સમય આવી ગયો કે પોતાના કાયદેસરના કામ પણ કરાવવા લાંચ આપવી પડે.

જો તમે લાંચ ના આપો તો તમારૂ કામ ના થાય અને તમે પાછળ રહી જાવ.

વળી આ સરકારોએ શિક્ષણની નીતિઓ પણ એવી બનાવી કે પછી તેમાં ભણીને આવનાર માણસે ભ્રષ્ટાચાર કરવો જ પડે. ૧૫ થી ૨૦ લાખ રૂપીયા ખર્ચી ડોક્ટર બનનાર વ્યક્તિ લોકોને લુંટે નહી તો પોતાનો ખર્ચો ક્યાંથી કાઢે? લાંચ આપની નોકરી મેળવનાર પોલીસ લાંચ ના લેતો પોતાના પરિવારને શું ખવડાવે? વળી ખાનગી શાળાઓ અને કોલેજો મોટે ભાગે રાજકારણીઓની જ માલિકીની હોય છે.

વળી મતબેન્કની યોજનાઓ વડે વિવિધ પક્ષોએ જનતાને વહેચી લીધી છે. માયાવતી દલિતોના નામે ચરી ખાય છે, કોંગ્રેસ મુસ્લીમોના નામે, ભાજપ તો બધે કુદકા મારે છે. અડવાણી પાકીસ્તાનમાં જઈ ભારતના ભાગલા પાડનાર ઝીણાની કબર પર ચાદર ચડાવે છે. અને ભારતમાં આવી હિન્દુત્વનો મુખોટો પહેરી લે છે. મતબેંક સાચવવા અહીં આંતકવાદીને ફાંસી આપવાના બદલે બિરયાની ખવડાવાય છે. સમાજને અનામતના નામે લડાવાય છે. ગોધરાના તોફાનો મુદ્દે વારંવાર આરોપો લગાવતી અને તપાસો કરાવતી કોંગ્રેસ શીખ વિરોધી તોફાનો ભૂલી જાય છે.

પરંતુ અહીં પ્રશ્ન એ થાય છે કે આ બધા માટે આપણે (જનતા) કેટલા અંશે જવાબદાર છે?

આપણે પુરેપુરા જવાબદાર છીએ. લુંટારાઓને ચુંટણીમાં જીતાડે છે કોણ? આપણે.

લુંટારાઓને હાર કોણ પહેરાવે છે? આપણે.

લુંટારાઓને સાહેબ સાહેબ કોણ કરે છે? ઉદઘાટન સમાંરહોમાં કોણ બોલાવે છે?  આપણે.

એકવાર ભ્રષ્ટાચાર કરનારને બીજીવાર આપણે જ ચૂંટીએ છીએ. આપની આસપાસ થતા સરકારી કામોમાં થતા ભ્રષ્ટાચાર સામે આપણે જ કઈ નથી બોલતા. ધારાસભ્યને મળતી ગ્રાન્ટ એ આપણે ભરેલો ટેક્સ છે, તે ગ્રાન્ટમાંથી કેટલું કામ થયું તેની કદી તપાસ કરીએ છીએ આપણે? અરે નેતાઓને તો એ ગ્રાન્ટમાંથી થયેલા કામને પોતાનું નામ આપવાનો પણ અધિકાર નથી. આપણા ગામ કે વિસ્તારમાં થયેલા દબાણ વિષે આપણે જાણીતા જ હોઈએ છીએ,અરે તે આપણને નડે તો પણ હટાવા માટે ફરિયાદ નથી કરતાં.

આપણા માટે શહીદ થનાર સૈનિકો માટે આપણે શું કરીએ છીએ? તેમને મળનારી જમીન કેટલાક લોકોએ પચાવી પાડી, આપણે તેને જાણ્યું માત્ર એક સમાચાર તરીકે , અને પછી ભૂલી ગયા. એ લોકો જો તમારા માટે સરહદ પર આપણા માટે લડતા હોય તો શું તેમના પરિવાર પ્રત્યે આપણી કોઈ જવાબદારી નથી?  કઈ નહી તો કમ સે કમ તેમના પરિવાર ને મળતા લાભોતો બીજાને ના લુટવા દેવાય.

ભારતના નેતાઓ તો રૂપીયા ખાતર કબરમાંથી મડદા પણ વેચી મારે તેવા છે. જરૂર છે આપણે જાગવાની.

મહિને ૩૦૦ રૂપીયા પગાર લેતી કપડા કે વાસણ ધોવા વાળી પાસે આપડે રૂપીયા વસુલ કરવાની અપેક્ષા રાખીએ છીએ અને ૮૦૦૦૦ થી વધુ પગાર લેતા નેતા પાસે?   જરૂર છે આ આપણા નોકરોને તેમની ઓકાત બતાવાની, તેમને સાહેબ બનાવાની નહી. તમે શું કરસો ભ્રષ્ટાચાર સામે? વિરોધ કે પછી લુટારાઓની લાઈનને હજુ લંબાવશો?

જો લાંચ ના આપીને પાછળ રહી જવાનો ડર હોય તો એટલીસ્ટ જીવનમાં ક્યારેય લાંચ ન લેવાનો તો સંકલ્પ કરી શકીએ ને? આપણા પરિવારના સભ્યને એકવાર સમજાવી તો સકીયેને? ભલે આવક ૨૦૦૦ રૂપીયા ઘટશે, પણ સ્વમાન? વધશે. માથું ઊંચું રહેશે. અને કોઇપણ વ્યક્તિ જોડે આંખમાં આંખ મિલાવી શકાશે.

4 Comments

 1. priyeshpatel says:

  જયારૅ ગુજરાતના કૅબિનૅત મત્રિ આનદિબૅન્ પતૅલ,કૅ જૅ હવૅ ગુજરાતના મુખયમત્રિ બનિ ગયા છૅ.
  જૅઑનૅ સુરતના તિ.પિ.ઑ મુકૅશ્.સિ.દાભિ ના ભ્ર્સતાચાર્ વિરુધ્ધ્ આર્.તિ.આઇ માથિ મૅદવૅલા તમામ્ પુરાવા રજુ કરૅલા હૉવા છ્તા, મુકૅશ્.સિ.દાભિ વિરુધ્ધ્ આનદિબૅન્ પતૅલ કૉઇ પગલા લૅતા નથિ.
  તૉ આ પ્રકારના ગુજરાતના મુખયમત્રિ અનૅ મુકૅશ્.સિ.દાભિ જૅવા અધિકારિના ભ્ર્સતાચાર્ર્નૅ કઇ રિતૅ રૉકિ સકાય્,તૅનિ મનૅ સલાહ આપશૉ જિ.
  અનૅ આવા ભ્ર્સતાચાર્ માતૅ કૉન જવાબદાર છૅ,તૅનૉ પન્ મનૅ જવાબ આપશૉ જિ.
  મૉદિ સાહૅબ દૅશ સૅવા માતે દીલ્હિ ગયા પછિ,આપને આપના ગુજરાતમા ભ્ર્સતાચાર્ર્ને રૉકવા શુ કરિ સકિયૅ,ઍનિ સલાહ આપશૉ જિ.

  Like

  • TEJASH says:

   સૌથી પહેલા તો મોદી સાહેબના જવાથી કે રહેવાથી કઈ ફર્ક નથી પડતો એટલીસ્ટ ભ્રષ્ટાચારની બાબતમાં, તેમની વખતે પણ ભ્રષ્ટાચાર હતો જ. તેને હટાવવા માટે સીધી ઉપરના લેવલે જ વાત કરવી પડે. જેમ કે “સ્વાગત” કાર્યક્રમ નો ઉપયોગ કરીને સીધો જ મુખ્યમંત્રીને સવાલ કરી શકો. જો તો પણ કામ ના થાય તો વિરોધ પક્ષ અને મીડિયા ખાસ કરીને ટીવી ચેનલનો સંપર્ક કરીને મુદ્દો ઉઠાવી શકાય…

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s