ભારતમાં હમણાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ અન્નાનું આંદોલન ચાલી રહ્યું છે. અન્નાને તેમાં બહોળા પ્રમાણમાં જન સમર્થન સાંપડી રહ્યું છે. અન્નાને મળેલા સમર્થનને કારણે ભ્રષ્ટાચારમાં ગળાડૂબ ડૂબેલી સરકાર પણ ગભરાઈ ગઈ છે. હજુ બે દિવસ પહેલા જ ઘુરકિયા કરતા મનીષ તિવારી જેવા નેતાઓ છુપાઈ ગયા છે.
ભ્રષ્ટાચાર વિરુદ્ધ અન્નાના આ આંદોલનથી જનતાને ઘણી અપેક્ષા છે. અને કદાચ એટલે જ અન્નાને આટલા પ્રમાણમાં જન સમર્થન મળી રહ્યું છે. જો જન લોકપાલ બિલ પસાર થાય અને તેને મંજૂરી મળે તો ભ્રષ્ટાચારના પ્રમાણમાં જરૂર ઘટાડો થઇ શકે છે અને જે બહુ સારી વાત છે.
પરંતુ અહીં મુખ્ય સવાલ એ થાય કે શું જન લોકપાલ વિના ભ્રષ્ટાચાર ના ઘટી શકે? જરૂર ઘટી શકે. પરંતુ આજે એ વાત કોઈ વિચારતું નથી. સૌ કોઈને અન્નાના નામનો એફ ચડ્યો છે. અહીં એક વાસ્તવિકતા એ છે કે જન લોકપાલથી ૧૦૦% ભ્રષ્ટાચારની નામુડી થવાની નથી. ટ્રાફિક સિગ્નલ પર લોકો પાસેથી રૂપિયા પડાવતા પોલીસને જન લોકપાલ રોકી શકવાનો નથી કારણ કે અહીં રૂપિયા આપનારે ગુનો કર્યો હોય છે અને તે જાણે છે કે પોલીસને આપવા પડતા રૂપિયા કરતા દંડની રકમ વધુ હોય છે, આથી તે ક્યારેય લોકપાલ સમક્ષ ફરિયાદ કરવાનો નથી. આજ રીતે ગેર કાયદેસર મુસાફરોની હેરાફેર કરતા વાહનચાલકો પાસેથી હપ્તો ઉગરાવતી પોલીસ પર પણ કોઈ કાર્યવાહી નહી થઇ શકે. વાળી જો લોકપાલની નિમણુંક સરકાર કરવાની હોય તો લોકપાલ હંમેશા શાસક પક્ષનો કહ્યાગરો હશે અને શાસક પક્ષ લોકપાલનો ઉપયોગ રાજકીય દાવપેચ માટે કરશે.
વધુમાં પ્રાસ્તાવિક લોક્પાલના કારણે સરકાર પર ખર્ચનો વધુ બોજ પડશે. પરિણામે નવા કરવેરા નાખવા પડશે અને અંતે જન લોકપાલનો બોજ જનતાએ ઉઠાવવો પડશે. વધુમાં આ આંદોલનના કારણે માત્ર ભ્રષ્ટાચાર જ ઘટાડી શકાશે પરંતુ તેના બદલે જો પોલીસ અને સીબીઆઈ જેવી સંસ્થાઓ પરથી રાજકારણીઓની પકડ ઓછી અરી તેમને સ્વતંત્ર કામ કરતી કરવામાં આવે તો જરૂર ભ્રષ્ટાચાર ઘટી શકે. અને સાથે સાથે અન્ય ગુનાઓની પણ નિષ્પક્ષ તપાસ થાય અને જનતાને ન્યાય મળી રહે.
પોલીસ જનતાની રક્ષા માટે હોય છે પણ ઘણીવાર તેઓ પોતે જ ભક્ષક બની જતા હોય છે, તેમ જો લોકપાલ પોતે જ જો ભ્રષ્ટાચારી બની જાય તો? જો લોકપાલ પોતે જ સરકારનો હાથો બની જાય તો? ત્યારે જનતાએ બીજા અન્ના શોધવા પડશે.
ભારતમાં જાસુસી માટે આજે અનેક જાસુસી સંસ્થાઓ છે પરંતુ આ બધી સંસ્થાઓ દેશ માટે જાસુસી કરવાને બદલે રાજકીય હરીફોની જાસુસી કરવા વપરાય છે. આજ રીતે ભ્રષ્ટાચારની નાબુદી માટે નવી નવી સંસ્થાઓ ખોલવાનો કોઈ મતલબ નથી. હાલ ભ્રષ્ટાચારની તપાસ માટે “ કેગ “ કાર્યરત છે અને સીબીઆઈ તથા પોલીસ ગુનેગારોને સજા આપવા માટે છે. તો લોકપાલ તેનાથી નવું શું કરશે? તે પહેલા વિચારવું પડે. જો લોકપાલની રચના કરવા કરતાં પોલીસ અને સીબીઆઈ/સીઆઇડી વગેરેને રાજકીયપક્ષો થી મુક્ત કરાય તો કોઈ આંદોલનની જરૂર નથી.
પરંતુ ભારતની મોટાભાગની જનતાની માનસિકતા ટોળાશાહીમાં છે. અને ટોળામાં કોઈ પોતાના મગજથી વિચારતું હોતું નથી. બધા જ ઘેટાની માફક ચાલે છે. આંદોલનમાં સામેલ ઘણા લોકોને જન લોકપાલ વિષે કંઈપણ માહિતી નથી. ભ્રષ્ટાચાર વિરદ્ધના આંદોલનમાં જોડાયેલા લોકોમાંથી કેટલા લોકોએ આતંકવાદિયોં વિરુદ્ધનો કાયદો “પોટા” નાબુદ થયો ત્યારે આંદોલન કરેલું? આ આંદોલનમાં સામેલ મોટા ભાગના લોકોએ ક્યાંકને ક્યાંકતો ભ્રષ્ટાચારનો ઉપયોગ કર્યો છે અને ઘણી જગ્યાએ તેઓ ભોગ પણ બન્યા છે. આપણે ભ્રષ્ટાચાર વિરુદ્ધના આંદોલનમાં તો જઈએ છીએ પરંતુજયારે ટ્રાફિક પોલીસ નિયમોના ભંગ બદલ પકડે છે ત્યારે આપણે જ સસ્તામાં પતાવવા તેને લાંચ આપીએ છીએ. નોકરીની જાહેરાત આવતા આપણે જ ઓળખાણો શોધવા લાગીએ છીએ. પરિક્ષામાં ચોરી પણ આપડે જ કરીએ છીએ અને ભ્રષ્ટાચાર તાવની વાત પણ. શું આપણે કયારેય આવું વિચાર્યું છે ખરું કે પછી ટોળાશાહીમાંથી ફુરસદ જ નથી મળતી. આપણી ટોળાશાહીનું સચોટ ઉદાહરણ ચુંટણી સમયે જોવા મળે છે, જયારે આપણે હાલ જેમનો પુરજોશમાં વિરુદ્ધ કરીએ છીએ તેવા નેતાઓને જીતાડીએ છીએ. આપણે જન લોકપાલ વિરુદ્ધ આંદોલન કરીએ છીએ પરંતુ તેનો વિરોધ કરનાર કપિલ સિબ્બલ જેવા નેતાઓ પણ આપણે ચૂંટીએ છીએ.
નરેગા યોજનામાં કામ કર્યા વગર અડધા રૂપિયા મેળવતા મજુરો કે પછી બાકીના અડધા રૂપિયા મેળવતા અધિકારીયોમાંથી કોણ લોકપાલને ફરિયાદ કરવાનું હતું? વાહનો કેરોસીનથી ચલાવવા બ્લેક માં કેરોસીન ખરીદતા વાહનચાલકોની ફરિયાદ કોણ કરવાનું હતું? વારંવાર ધક્કા ખાવા કરતાં એકવાર રુપિયા આપી કામ કરાવતા લોકો કે રુપિયા લઇ બે દિવસનું કામ એક દિવસમાં કામ કરતાં લોકોમાંથી કોણ લોકપાલને ફરિયાદ કરવાનું હતું? પહેલા આપણે આ બધું વિચારવું જોઈએ અને પછી આંદોલન કરવું જોઈએ.
લેટેસ્ટ માહિતી મુજબ અન્ના હઝારે ને આંદોલન કરવા સરકાર મેદાન તૈયાર કરી આપશે, સિક્યુરિટી આપશે, મેડીકલ સેવા આપશે. અહીં સવાલ એ થાય કે કોણ કોની સામે આંદોલન કરી રહ્યું છે? સરકારને જો જન લોકપાલ સ્વીકારવું ના હોય તો આંદોલન માટે આટલી સગવડો કેમ પૂરી પડવાનો શો મતલબ? જો બિલ સ્વીકારવાનું જ ના હોય તો આંદોલનનો શો મતલબ? અને એ પણ ત્યારે જયારે અન્ના હઝારે સ્પષ્ટ કહે છે કે જ્યાં સુધી જન લોકપાલ બિલ પસાર નહી થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. અને જો સરકારને બિલ આંદોલન બાદ સ્વીકારવું હોય તો પછી અત્યારે સ્વીકારવામાં શું વાંધો છે? આંદોલન કરવા માટે જો તમે જેની સામે આંદોલન કરો છો તેની જ સેવાઓ લો તો તમારા આંદોલન નો શું મતલબ? એ આંદોલન માત્ર પ્રસિદ્ધિ માટેનું જ આંદોલન કહેવાય. અંગ્રેજો સામેના આંદોલનમાં ગાંધીજી એ વિદેશી ચીજ-વસ્તુઓનો બહિષ્કાર કરેલો. અને એટલે જ અન્ના હઝારે “બીજા ગાંધી” નથી જ…!
બાઉન્ડ્રી પાર : ચૂંટણી લડ્યા વગર પણ જ્યાં વડાપ્રધાન બની શકાય છે તેને વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કહેવાય છે. અને કહેવાની જરૂર નથી કે એ “આપણો” દેશ છે, અને આપણે તે કોઈને લુંટવા આપ્યો છે…!
લેખક : તેજશ પટેલ.
curruption na virodhio j curruption ma jodata hoy to….. aano su matlab..????.tell me
any one….. kadach e hu k tame pan hoi j sako…. who knows.??
LikeLike
nice article
LikeLike
Mexican drug war since 2006
http://exiledonline.com/mexican-drug-war-intel-report-over-22000-dead-police-detain-27-of-the-zetas-foot-soldiers-open-hunting-season-on-cops/
http://www.ndtv.com/video/player/we-the-people/fasting-for-change-satyagraha-or-theatre/207944
http://www.ndtv.com/video/player/the-buck-stops-here/anna-s-campaign-india-interrupted/208274
http://ibnlive.in.com/news/narendra-modis-open-letter-to-anna-hazare/148924-53.html
જ્યાં સુધી પ્રજામાં જાગૃતિ નહિ આવે,કાયદા નહી જાણે અને સામેથીજ ખોટું કરવા માટે અથવા કામ જલ્દી પતાવવા માટે લાંચ આપશે અને સરકારને અથવા સામાજિક ભ્રષ્ટાચાર વિરોધ સમિતિને આ બાબતમાં ફરિયાદ નહિ કરે ત્યાં સુધી ભ્રષ્ટાચાર ચાલુ રહેશે.આશા છે કે અન્નાજીના આ અંદોલન ઉપરથી લોકો આ બાબતમાં વિચારશીલ બનશે અને ભ્રષ્ટાચાર સામે પ્રતિકાર આપશે.સમાચાર પેપરમાં એક વિભાગ આજના ભ્રષ્ટાચાર પ્રત્યુતરો માટે હોવો જરૂરી છે.
ગુજરાતમાં મુખ્યમંત્રી પ્રજા માનનીય અને કાબેલ છે તેમ છતાં કેટ કેટલી જગ્યાએ ભ્રષ્ટાચાર ચાલેછે તેની નોધ લેશો.શું ગુજરાત રાજ્ય સેન્ટ્રલ સરકારની મદદ સિવાય પોતાના કાયદા આ બાબતમાં કડક ન બનાવી શકે ?
ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ
ગુજરાતી ભાષાનું અસ્થિત્વ તેની સરળ લિપિ જાળવી રાખવામાં,તેનો અન્ય રાજ્યોમાં ફેલાવો કરવામાં અને બીજી ભાષાઓ સાથે કમ્પ્યુટરમાં સરળ અનુવાદરૂપી બનાવવામાં છે.
http://kenpatel.wordpress.com/
LikeLike
ભારતમાં અને વિશ્વની કોઈ પણ જગ્યાએ ચુંટણી વખતે રાજકીય પક્ષો અને ઉમેદવારો ખુબ વધુ ખર્ચા કરે છે અને પછી તે રુપિયા પાછા મેળવવા ભ્રષ્ટાચાર થાય છે. સૌ પ્રથમ તો ચુંટણી સમયે થતા અમર્યાદ ખર્ચ પર પ્રતિબંધ મુકવો જોઈએ. વધુમાં ઉદઘાટન સમાંરહોમાં થતો નકામો ખર્ચ બંધ કરવાની જરૂર છે. નેતાઓ / વીઆઈપીઓ પોતાની સલામતી માટે જે સરકારી નાણા વાપરે છે તેના પાર પણ કાબુ લગાવવો જોઈએ. નેતાઓ મુસાફરી માટે જે મોંઘીદાટ ગાડીઓ વાપરે છે તેના પર પ્રતિબંધ લગાવવો જોઈએ.
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કેટલી સ્કોર્પીઓ ગાડી વાપરે છે તે આપણે બધા જાણીએ છીએ. અહીં એ યાદ રહવું ઘટે પે એ સ્કોર્પીઓ ગાડીની કિંમત ૬.૫૦ લાખ (સાડા છ લાખ ) થી શરુ થાય છે. તેનો મેઇન્ટેનન્સ અને બળતણનો ખર્ચો અલગ. તેની સામે ગુજરાત એસ.ટી. ની સેવાથી આપણે વાકેફ છીએ. ગુજરાતના એવા ઘણા ગામડા છે જ્યાં ટ્રાન્સપોર્ટ ની વ્યવસ્થા નથી. એવા ઘણા વિસ્તારો છે એ જ્યાં થોડો જ વરસાદ પડતા એ વિખુટા પડી જય છે.
LikeLike
Campaign costs
http://en.wikipedia.org/wiki/United_States_presidential_election,_2008
ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ
ગુજરાતી ભાષાનું અસ્થિત્વ તેની સરળ લિપિ જાળવી રાખવામાં,તેનો અન્ય રાજ્યોમાં ફેલાવો કરવામાં અને બીજી ભાષાઓ સાથે કમ્પ્યુટરમાં સરળ અનુવાદરૂપી બનાવવામાં છે.
http://kenpatel.wordpress.com/
LikeLike
ચાલો તેજશભાઈ, ખુબ ખુબ અભિનંદન, મારો મુદ્દો આપે ખુબ જ સરસ રીતે જનતા સમક્ષ લાવી દિધો…. ખરા દિલથી હુ આપને ધન્યવાદ આપુ છુ………અભિનંદન…!!
LikeLike
tamari vat ma dam 6. brastachar karine kamayela paisa lav va mate tamare pase rasto 6. hoy to batavo na samanj janta ne karan ke kidi nu jund kai pan kari sake 6
LikeLike