આરક્ષણ (Reservation)

આરક્ષણ એ ભારતમાં કદાચ સૌથી સંવેદનશીલ મુદ્દો છે. આરક્ષણના કારણે કેટલાય નેતાઓએ પોતાનું રાજકીય વજુદ ગુમાવી દીધું છે તો કેટલાય નેતાઓએ આરક્ષણના નામે વર્ષો સુધી ચરી ખાધું છે.  અનામતના કારણે સરકાર તૂટી પડવાના કિસ્સા પણ ભારત માં નોધાયેલા છે.

ભારતમાં અનામત માટે ઘણા લોકો ગાંધીજી અને બાબા સાહેબ આંબેડકર ને જવાબદાર છે. સ્વતંત્ર ભારતમાં અનામતને પરવાનગી આપનાર આ લોકો જ છે પરંતુ અનામત ના વાસ્તવિક મૂળ તો તેનાથી પણ ઊંડા છે.

અનામતની માંગણી છેક ૧૮૮૨ માં નીમવામાં આવેલા Hunter Commission થી થયેલી છે. મહાત્મા જ્યોતીરાઓ ફૂલે એ ફરજીયાત શિક્ષણની સાથે સરકારી નોકરીઓમાં અનામતની માંગણી કરેલી. ૧૯૦૧ માં મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં શાહુ મહારાજે અનામતની શરૂઆત કરી પરંતુ ત્યાં સુધીમાં બરોડા અને મૈસુર રાજ્યમાં અનામત અમલમાં આવી ગઈ હતી.

૧૯૦૮ માં અંગ્રેજો એ કેટલીક જાતિઓને અનામત આપી. આ અનામતમાં બ્રીતીશરોનો પણ કેટલોક હિસ્સો હતો. ૧૯૨૧ માં મદ્રાસના ગવર્નરે બિન બ્બ્રાહ્મણોને ૪૪%, બ્રાહ્મણોને-મુસ્લિમોને-ખ્રિસ્તીઓને અનુક્રમે ૧૬-૧૬-૧૬ % અનામતને મંજૂરી આપી.

૧૯૪૨ માં બાબાસાહેબ આંબેડકરે scheduled castes માટે શિક્ષણ અને સરકારી નોકરીમાં અનામતની માંનાગની કરી.

આઝાદી વખતે બંધારણ ઘડનાર સમિતિએ scheduled castes અને Scheduled Castes  માટે ૧૦ વર્ષ માટે અનામતને મંજૂરી આપી જેની મુદતમાં ક્રમશ: ૧૦-૧૦ ણો વધારો કરવામો આવ્યો અને આઝાદીના ૬૩ વર્ષ પછી પણ ચાલુ છે. અનામતમાં ક્રમશ: ઘટાડો કરવાને બદલે તેમાં સતત વધારો આવ્યો. અંતે સુપ્રીમ કોર્ટે ૫૦%  કરતા વધુ અનામત કરવા પર પ્રતિબંધ લગાવ્યો. છતાં પણ તમિલનાડુ જેવા રાજ્યોમાં આજે ૬૯% અનામત છે.

ભારતમાં અનામતની ટકાવારી જેતે વર્ગમાં આવતા લોકોની સંખ્યાના પ્રમાણમાં આપવામાં આવે છે વળી હાલ લગભગ ૫૦% જેટલી અનામત લાગુ થયેલ છે એનો મતલબ એ થયો કે હાલ ભારતમાં વિકસીતો અને પછાતોની સંખ્યા લગભગ સરખી છે. અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે આઝાદીના ૬૦ વર્ષો બાદ પણ જો અડધી વસ્તી પછાત હોય તો તેના માટે જવાબદાર કોણ?  આઝાદીથી અત્યાર સુધી લાગુ રહેલી અનામતથી કેટલા લોકોનો વિકાસ થયો?

જો ખરેખર વિકાસ થયો હોય તો તેવા વિકસીત લોકોને કેમ હજુ સુધી અનામત આપવામાં આવે છે? અને જો વિકાસ ના થયો હોય તો અનામતને ચાલુ રાખવાનો શું અર્થ?

ખરેખર તો અનામતના કારણે વિવિધ જ્ઞાતિઓ વચ્ચે સમાનતા વધતી નથી પરંતુ વૈમનસ્ય વધે છે. પોતાના કરતા ઓછા મેરીટ વાળા ને એડમિશન મળે અને પોતે બાકાત રહી જાય ત્યારે વ્યક્તિ હમેંશા અનામતને, તેને લાગુ કરનારને તેમજ તેનો લાભ લેનાર બધાને ધિક્કારે છે. પરંતુ આ વાત નેતાઓને સમજાતી નથી કારણ કે તેમને માત્ર મતની પડી હોય છે. બિન અનામતમાં આવતી જાતિઓ સંગઠિત નથી તેનો રાજકારણીયો ફાયદો ઉઠાવે છે.

મારા ગામમાં લગભગ ૨૦૦ હરીજનોની વસ્તી છે તેમાંનો એક પણ વ્યક્તિ ધોરણ ૧૦ પાસ પણ નથી. આથી એમનામાંથી એક પણ વ્યક્તિ અનામતનો લાભ લઇ શકી નથી. એ લોકો એટલા ગરીબ છે કે એમને શિક્ષણ છોડીને કામે લાગવું પડે છે. સરકાર જો તેમને અનામત સીટ આપવાના બદલે આર્થિક સહયોગ કરે તો તેઓ જરૂર આગળ આવી શકે અને કદાચ તેમને અનામતની પણ જરૂર ના પડે.

મારા એક મિત્ર જે મારી જ જ્ઞાતિનો છે તેને ઓછા મેરીટના કારણે એન્જીનીયરીંગમાં પ્રવેશના મળ્યો પરંતુ તેના કરતા પણ ઓછા મેરીટ વાળો OBC નો છોકરો મારાજ ક્લાસમાં ભણતો હતો. આગળ જતા તેને અનામત ના કારણે નોકરી પણ અમારા કરતા જલ્દી લાગશે. તો તેની સાથે હું કઈ રીતે બેસી શકું?

મને ગવર્મેન્ટ ઈજનેરી કોલેજમાં માત્ર એક સીટ માટે પ્રવેશના મળ્યો કારણ કે હું પટેલ હતો અને તે સીટ પર OBC લખેલું હતું. નીચલી જાતિમાં જન્મવું એ જો પછાતોનો ગુનો ના હોય તો શું ઉચ્ચ જ્ઞાતિમાં જન્મવું એ મારો ગુનો હતો?

અનામતના મામલે ભારતમાં વર્ષોથી વિવાદ ચાલે છે પરંતુ એક વાસ્તવિકતા એ છે કે લોકો ૪૦% વાળા ડોક્ટર કરતા ૮૦% વાળા ડોક્ટર જોડે જ સારવાર કરાવશે પછી ભલે ડોક્ટર ઉચ્ચ જ્ઞાતિનો હોય અને દર્દી દલિત. અનામત ધરાવનાર વ્યક્તિઓએ એ વિચારવું જોઈએ કે જો તેઓ એક ઉચ્ચ જ્ઞાતિના ડોક્ટર જોડે દવા કરાવવા જાય અને તેમને તે વ્યક્તિ માત્ર દલિત હોવાના કારણે સારવાર કરવાની ના પડી દે તો તેઓ શું અનુભવશે? શું તેઓ જાતીય અપમાનનો કેસ નહિ કરે?

સુરતની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાં ૧૦૦૦૦ મેરીટ નંબર વાળા જનરલ કેટેગરીના વિધાર્થીને પ્રવેશ નથી મળતો પરંતુ ST/SC વિદ્યાર્થીને ૧૫૦૦૦૦ થી વધુ મેરીટ નંબર હોવા છતાં પ્રવેશ મળે છે !!!?

આધાર : વિકિપીડિયા ઉપર  “આરક્ષણ”

લેખક : તેજશ પટેલ.

9 Comments

 1. Anonymous says:

  tejas patel ,sari sari vato lakhi ne hero banvu shelu chhe ,kyare ek divas patel ni same dalit ni zindagi jivo pachhi aa badhu lakhajo, koi na virodh ma lakhvu bahuj sahelu chhe, atlej to have patel bichara lp ane kp ma andar andar ladya kare chhe , kem k dalit nahi to obc ane obc nahi to apnoj koi pan heran to karva naj, haju samay chhe sudhari jav

  Like

  • Tejash says:

   ભાઈ, પેલા તમે દલિતના નામે ચરી ખાવાનું બંધ કરો પછી બીજાને સલાહ આપો. અને અમારે દલિતની જીંદગી જીવવાની કોઈ જરૂર નથી કારણ કે અમને અનામતના નામે કોઈ લાયક માણસની જીંદગી બગાડવામાં કોઈ રસ નથી. ક્યારેક પોતાના કરતા ઓછા મેરીટ વાળા વ્યક્તિને કે જેના પરિવારની આવક તમારા કરતા વધુ છે તમારી જગ્યાએ ક્યાંક પ્રવેશ કે નોકરી મળે અને તમને ના મળે ત્યારે સમજાય કે અનામત ની જરૂર છે કે નહી. અને રહી વાત લેઉઆ અને કડવા પટેલ ની તો મેં તો ક્યારેય તેમની વચ્ચે જગડો જોયો નથી કે મારે કડી કોઈ જોડે આવો જગડો થયો નથી. અને આખી દુનિયા ને ખબર છે કે જગડા કરવાની આદત કોની હોય છે? અને જાહેર સ્થળો એ જગડા કરતા કોણ જોવા મળે છે?

   Like

 2. એક દલિત says:

  મહારાજ શ્રી! તમારા ગામમાં જઈ પહેલા એટલો સર્વે કરી આવજો કે ગામ ની જમીનમાં કયા સમાજની કેટલી ભાગેદારી છે.અને એ જમીન તમારા બાપ-દાદા ભગવાન પાસે થી માગીને આવ્યા હતા? વાર તહેવારે તમારા ત્યાં ભીખ માગવા આવતા લોકોની કેમ કોઈ જગ્યાએ જમીન જ નથી? અને અનામત માટે જે માણસ લડ્યો હતો એ તમારા પિતાશ્રી કરતા ક્યાય વધુ ભણેલો અને ઉચા મેરીટ વાળો હતો અને તે સમયે અનામત ન હોવા છતાં અને મેરીટમાં આવતા હોવા છતાં તે ને ડગલે ને પગલે અપમાનો સહન કરવા પડ્યા હતા. વારંવાર મેરીટ યાદ કરાવતા લોકોને જણાવવાનું કે તાજેતર ની પંચાયત સેવા પસંદગી મંડળે લીધેલ પરીક્ષાનુ મેરીટ લીસ્ટ જોવે અને પછી વાત કરે.અનામત જાતેજ ખતમ કરવાની ચાવી હું બતાવું છું.જો હિમત તો હોય તો શરૂઆત કરો charity begins at home.તમે હિંદુ ધર્મમાં માનો છો? જો હા તો આજે જ તમે અને તમારું સંપૂર્ણ ઘર હિંદુ ધર્મને છોડી દો અને રેશનલ થઈ જાવ.પટેલ કહેવાડાવાનો મોહ છોડી દો. દલિત અપમાનના મૂળ હિંદુ ધર્મ જેટલા ઊંડા છે (૬૫ વર્ષ જેટલા નહિ).અનામત ન હતી ત્યારે પણ દલિતો પર અત્યાચાર તો થતા જ હતા. એટલો ભગવાનનો પાડ માનજો કે વાર તહેવારે તમારે ત્યાં ભીખ માંગતા લોકોએ હજુ ક્રાંતિનો સ્વાદ ચાખ્યો નથી અને નક્સલબારીમાં જે થયું તે તમારા ગામમાં થયું નથી.જે હિંદુ તેના ધર્મ અને જ્ઞાતિનો વિરોધ કરવાનો અને તેને છોડવાનુ કલેજું ધરાવે છે તે જ માણસ અનામત છોડવાની વાત કરી શકે છે એ યાદ રાખજો.

  Like

  • Tejash says:

   ભાઈ, અમે તો અમારા ગામ વિષે જાણીએ જ છીએ પરંતુ તમારે ત્યાં આવીને વાસ્તવિક પરિસ્થિતિ જોવાની જરૂર છે. અમારા ગામના મોટા ભાગના પટેલ અને બ્રાહ્મણો બહારગામ રહે છે. તેઓ તેમની જમીન દલિતોને જ ખેડવા આપે છે પરંતુ દલિતો તેમ કરવા તૈયાર નથી કારણ કે ખેતીમાં મહેનત વધુ કરવી પડે એના કરતા માગીને ખાવું સહેલું છે. એમને હાલ પણ સરકાર તરફથી ખેતી માટે જમીન મળે છે પરંતુ એમને ખેતી જ કરવી નથી. મારા ગામમાં અનામત ધરાવતા ૮૦% લોકો પાસે પોતાની માલિકીની જમીન છે.
   વધુમાં અનામત માટે લડનાર માણસનું મેરીટ બેશક મારા પિતા કરતા વધુ હતું પરંતુ હું તમને જણાવી દઉં કે એ જગ્યાએ પહોચવા માટે એને પોતે ક્યારેય અનામતનો ઉપયોગ નહોતો કર્યો..!
   અને રહી વાત મેરિટની, તો જે લોકોનું પરીક્ષામાં મેરીટ ઊંચું હોય તેને અનામતની જરૂર જ ના પડે. અનામત ની જરૂર તેને પડે જેને વગર મહેનતે આગળ જવું છે…
   અને હા અમે પટેલ કહેવાડવાનું છોડી દઈએ પણ એ પેલા તમે દલિત કહેવાડવાનું છોડીડો અને અનામતનો લાભ લેવાનું બંધ કરી ડો અથવા અમને અનામત આપો.. પણ આ માટે મોટા ભાગના દલિતો તૈયાર નહિ થાય..
   કોઈના હિંદુ ધર્મ છોડી દેવાથી કે અપનાવાથી અનામતનો પ્રશ્ન હલ થતો નથી.. અને દલિત અપમાન ને પણ હિંદુ ધર્મ સાથે લેવા દેવા નથી કારણ કે મુસ્લિમમાં પણ ઊંચ અને નીચ હોય છે શિયા અને સુન્ની હોય છે… ખ્રીસ્તીમાં પણ કેથોલિક અને પ્રોટેસ્ટંટ હોય છે… હકીકતમાં તમને હિંદુ ધર્મ વિષે પુરતી માહિતી નથી. તમારે હિંદુ ધર્મ વિષે તમારું જ્ઞાન વધારવાની જરૂર છે.
   અને હા તમારી જાણ ખાતર નકસલબારીમાં જે થયું તેની શરૂઆત એક દલિત માણસે નહિ પરંતુ એક જમીનદારે કરી હતી. અને હાલ તે દલિતોની ક્રાંતિ કરતા માંવોવાદ તરીકે વધુ ઓળખાય છે જેને ચીન મદદ કરે છે.અને તેનો ભોગ ખુદ દલિતો પણ બની રહ્યા છે.
   ખાલી દલિત નામ રાખવાથી દલિતોના મસીહા નથી બની જવાતું. સ્વાર્થની નીતિથી ક્યારેય સર્વાંગી વિકાસ ના થઇ શકે. તેના માટે સાચી દિશામાં પગલા ભરવા જોઈએ ભલે પછી તે થોડા સમય માટે કોઈને પસંદ ના પડે…

   Like

 3. Ken says:

  In today’s modern India the college admissions should be based on student score level but not based on reservations.The low score students from reservation may not do well in college.Now in Gujarat there are so many colleges to choose for higher study.Low income students may get help from scholarships through governments.

  http://en.wikipedia.org/wiki/Reservation_in_India

  ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?
  ગુજરાતી ભાષાનું અસ્થિત્વ તેની સરળ લિપિ જાળવી રાખવામાં,તેનો અન્ય રાજ્યોમાં ફેલાવો કરવામાં અને બીજી ભાષાઓ સાથે કમ્પ્યુટરમાં સરળ અનુવાદરૂપી બનાવવામાં છે.

  http://kenpatel.wordpress.com/

  Like

 4. ashok bhatti says:

  આરક્ષણ એ વસ્તીના આધારે મળે છે.તમને ગવર્મેન્ટ ઈજનેરી કોલેજમાં માત્ર એક સીટ માટે પ્રવેશના મળ્યો કારણ કે તમે પટેલ હતા . અને તે સીટ પર OBC લખેલું હતું. જેના પર genaral લખેલું હશે એ બધી સીટો પર તો સવર્ણો જ હશે.આ સરકારી અનામતો સિવાય એવા કોઈ ક્ષેત્રો છે જ્યાં સમાનતા નું ધોરણ હોય.અને તમે જ કહ્યું તેમ તમારા ગામ માં લગભગ ૨૦૦ હરીજનોની વસ્તી છે તેમાંનો એક પણ વ્યક્તિ ધોરણ ૧૦ પાસ પણ નથી. આથી એમનામાંથી એક પણ વ્યક્તિ અનામતનો લાભ લઇ શકી નથી. એ લોકો એટલા ગરીબ છે કે એમને શિક્ષણ છોડીને કામે લાગવું પડે છે. આવું કેમ ? ક્યારેય વિચાર કર્યો છે ?.એક બાપના ચાર દીકરા હોય અને તેની કોઈ ચાર મિલકત હોય તો દરેક ને સમાન રૂપે એક એક મળવી જોઈએ.એજ સમાનતા કહેવાય ને ?.કે પછી કોઈ દીકરો એ મિલકત સાચવવા લાયક નથી એવું બહાનું કાઢી તેને અન્યાય કરશો.s.c.s.t -o.b.c આ દેશના નાગરિકો છે અને ૮૦ % થી વધુ તેમની વસ્તી છે.ત્યારે તેમનો વિકાસ જ્યાં સુધી નહિ થાય ત્યાં સુધી આ દેશ નો વિકાસ શક્ય નથી.અને અનામત એ કોઈ ભીખ કે ઉપકાર નહિ પણ આ દેશ માં તેમનો અધિકાર છે.અને જે દિવસે તેમને સમાનતા મળશે .એટલે ૫૦ -૫૦ % ભાગીદારી મળી રહેશે.ત્યારે આ અનામત આપોઆપ ખતમ થઇ જશે.આધુનિક અનામત નો વિરોધ કરતા પહેલા.હિન્દુઓ દ્વારા હજારો વર્ષો થી ચાલી આવતી અનામત દુર કરો.અને તમામ ક્ષેત્રો માં s.c.s.t -o.b.c અને લઘુમતી ને સમાનતા નું ધોરણ આપો.જિસ કી જીતની સંખ્યા ભારી ઉસકી ઉતની ભાગીદારી જયારે થશે ત્યારે જ આ દેશ માં સાચા અર્થ માં લોકશાહી જીવંત બનશે

  Like

  • tejash says:

   યુ આર રાઈટ. એક બાપની સંપતિ ચારેય દીકરાને સમાન મળવી જોઈ એ. પરંતુ એનો મતલબ એ નથી કે જે પોતાની જાતે વધુ કમાય છે તેને ઓછું આપવું અને જે નથી કમાતો તેને વધુ આપવું. દએકને પોતાના કામ પ્રમાણે મળવું જોઈ એ. અનામત એ “તક”ની સમાન વહેચણી નથી.. એના કરતા તો જે લોકો ભણી શકતા નથી તે કેમ ભણી શકતા નથી તે વિચારવું જોઈએ. જો એ ફી ભરી શકવા સક્ષમ ના હોય તો તેમને મફત શિક્ષન્ મળી રહે તેવા પ્રયત્નો કરવા જોઈએ. વધુમાં તમે કહો છો કે એ ૮૦% લોકો દેશના નાગરિકો છે અને તેમનો વિકાસ થવો જોઈએ. વાત બરાબર છે પરંતુ સાથે એ ના ભૂલવું જોઈએ કે બાકીના ૨૦% પણ આ દેશના જ નાગરિકો છે અને સાથે તેમનો વિકાસ પણ અટકાવો ના જોઈ એ. નાની લીટી ને મોટી કરવા એને વધારવી જરૂરી છે પરંતુ એનો મતલબ એ નથી કે મોટી લીટીને ભુસ્વામાં આવે છે.
   અને હા મારા ગામમાં જે હરીજનો આગળ નથી આવ્યા તેનું કારણ મેં તો શોધ્યું છે. જો ખરેખર અનામત થી વિકાસ થતો હોય તો તેમનો થવો જોઈએ પરંતુ નથી થયો તેનું કારણ જાણવા તમરે ઊંડાણ પૂર્વક વિચારવાની જરૂર છે. એ લોકોને સરકાર સસ્તું આપે છે, એમને સસ્તું કેરોસીન મળે છે. એમનું સંતાન શાળાએ જાય તો એને શિષ્યવૃત્તિ મળે છે એમને યુનિફોર્મ પણ સરકાર પણ આપે છે અને મધ્યાહન ભોજનમાં શાળાના તમામ વિદ્યાર્થીઓને જમવાનું મળે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે શાળામાં આવતા હરિજનોના દફતરમાં માત્ર જમવા માટેની ડીશ જ હોય છે ભણવાનો સમાન નહિ..??? એમને પુસ્તકો અને નોટબુકો પેન્ચીલ વગેરે સામાન પણ સરકાર તરફથી મળે છે. છતાં એ નથી ભણતા. એમને અનામતની નહિ પરંતુ જાગૃકતાની જરૂર છે જે લોકો અનામત નો ઝંડો લઈને ફરે છે તેમણે એ લોકોને જાગૃત કરવાની જરૂર છે. એમને સમજાવવાની જરૂર છે કે એમને મજુરીના બદલામાં મળતું વેતન એમના પરિવારના ભરણપોષણ અને સવલતો પ્રુઈ પાડવા માટે છે દારૂ પીવા નહિ. બાળ-લગ્નો કરી માત્ર બાળકો પેદા કરવા જીવન નથી પરંતુ એ બાળકોનો વિકાસ પણ થવો જરૂરી છે.
   એ લોકોને અનામતના બદલામાં સાચી સલાહ આપીને તેમના બાળકો શાળાએ જતા થાય તેવું કરવામાં આવે તો એમના વિકાસ માટે કોઈ અનામતની જરૂર નથી.. અનામતની માંગણી બે જ પ્રકારના લોકો કરે છે, ૧. જેને પોતાની મતબેંક ઉભી કરવી છે. ૨. જે લોકોને કામ કર્યા વગર બધું જોઈએ છે.
   અનામતની માંગણી કર્યા વગર એ લોકોનો વિરોધ કરવાની જરૂર છે જે નરેગા યોજનામાં કેટલાય રૂપિયા ખાઈ ગયા છે. એ લોકોનો વિરીધ કરવાની જરૂર છે જે સરદાર આવાસ યોજનામાં રૂપિયા ખાય છે.

   અને છતાં પણ તમને એમ જ હોય કે અનામત વગર વિકાસ ના થાય તો એનું પણ હું તમને ઉદાહરણ આપું.
   મારા પપ્પાનો જન્મ ૧૯૪૨મ થયો તો.૧૯૫૦મ એમના મમ્મી અને પપ્પા મૃત્યુ પામ્યા. પછી મારા પપ્પા એક મિલ માલિકના ઘેર કામવાળા તરીકે નોકરી કરતા હતા. પરંતુ ૬ મહિના પછી તેમને લાગ્યું કે મારે ગ્ભાનાવું જોઈએ એટલે ગામમાં પાછા આવ્યા. અહીં આવ્યા પછી ફરી ભણવાનું શરુ કર્યું અને લોકોને ત્યાં કામ કરવાનું શરુ કર્યું. એ એમના કાકાના છોકરાના ગરે ખેતી નું કામ અને સાથે ભણતા રાતે ખેતરમાં સાચવવા જવાનું અને ત્યાં જ સુવાનું. અન્ય કોઈની કોઈ મદદ નહોતી છતાં એ ભણ્યા અને શિક્ષક બન્યા, ત્યારબાદ તેમણે બી.એ. પણ કર્યું. અને એમ.એ. નું પણ એક વર્ષ કર્યું. એમને કોઈ અનામત નહોતી મળી કોઈ આર્થીક મદદ. છતાં એ ભણ્યા અને આગળ આવ્યા. એમના કુટુંબમાં પણ કોઈ નોકરી નહોતી મેળવી શકેલું. અને આજે પણ મારા ઘરના સિવાય અમારા કુટુંબમાંથી કોઈ સરકારી નોકરી નથી મેળવી શક્યું. તો શું એનો મતલબ એમ થાય કે એમને અનામતની જરૂર હતી? અને અનામત હોત તો એમના ઘરના પણ આગળ આવી શકત?
   અને રહી વાત અનામત ખતમ થવાની તો એ ક્યારેય આપોઆપ ખતમ ના થઇ શકે.
   તમારા કહ્યા મુજબ અનામત એ ભીખ નથી તો પછી જે લોકો અનામતનો લાભ લે છે એ લોકો શા માટે કોઈ પ્રસંગ કે તહેવાર હોય ત્યારે બિન અનામત વાળાને ત્યાં વગર આમંત્રણે ભીખ માંગવા પહોચી જાય છે ? કે પછી એ પણ એમનો અધિકાર જ છે? વગર આમંત્રણે કોઈના પ્રસંગે પહોચી જઈ વાસણો વગાડવા એ શું અધિકાર છે?

   Like

 5. kumar says:

  you are absolutely right….
  Probably our foolish people still don’t understand that these ******* politicians are just playing with their emotions.
  They anyway won’t be any getting benefit.

  Like

  • tejash says:

   Peoples are understanding all the things. but those who get benefit from that are not willing to speak anything oppose to reservation. and the peoples who are from lower cast but can’t take the benefit from the reservation because of their poverty, thinks that ” ham ko kya fark padta hai? “

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s